મિક્સ લોટ ના મેથી ના મૂઠીયા (Mix Flour Methi Muthiya Recipe In Gujarati)

Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
Hyderabad

#MA

શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૩ લોકો
  1. ૧ કપબાજરા નો લોટ
  2. ૧/૨ કપચણા નો લોટ
  3. ૧/૨ કપલીલી મેથી
  4. ૧/૪ ટીસ્પૂનબૅકિંગ સોડા
  5. ૧/૪ ટીસ્પૂનહળદર પાઉડર
  6. ૧ ટીસ્પૂનમરચા નો પાઉડર
  7. ૧ ટીસ્પૂનધાણાજીરૂ પાઉડર
  8. સ્વાદાનુસાર મીઠુ
  9. ૧ ટીસ્પૂનરાઈ
  10. ૧ ટીસ્પૂનજીરૂ
  11. દાણા સૂકી મેથી
  12. ૧ ટેબલસ્પૂનનાળિયેર નું ખમણ
  13. ડાળી લીમડો
  14. ૧ ટેબલસ્પૂનતેલ
  15. ૧ ટેબલસ્પૂનખાંડ
  16. કોથમીર
  17. ૧ ટેબલસ્પૂનતલ
  18. સુકા લાલમરચા

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક થાળી માં બંને લોટ ભેગા કરો. ત્યારબાદ તેમા બધા મસાલા, લીલીમેથી અને બકિંગ સોડા ઉમેરો અને મિક્સ કરો.

  2. 2

    હવે તેમા જરૂર પડે તેમ પાણી ઉમેરો અને લોટ બાંધો.

  3. 3

    હવે લોટ માંથી મૂઠીયા વાળી લો. હવે એક કાણા વાળી પ્લેટ માં તેલ લગાવી તેમા મૂઠીયા ગોઠવી દો.

  4. 4

    હવે એક્ કુકર માં પાણી નાખી તેમાં ઍક કાઠો મૂકી તેની ઉપર મૂઠીયા ની પ્લેટ રાખો અને કૂકર ની ૨ વિસલ થાય પછી ૫ મીનીટ ધીમો ગેસ રાખો અને પછી ગેસ બંધ કરી દો.

  5. 5

    હવે મૂઠીયા ને ઠંડા થવા દો. ત્યાર બાદ તેને કટ કરી લો. પછી એક વાસણ માં તેલ મૂકી તેમા રાઈ, જીરૂ, સૂકી મેથી, તલ અને લીમડો નાખી સાતડી લો. પછી તેમા કટ કરેલા મૂઠીયા ઉમેરો અને પછી તેમા ખાંડ અને કોથમીર નાખી મિક્સ કરો. અને લાસ્ટ માં તેમા નાળિયેર નું ખમણ ઉમેરો.

  6. 6

    તો તૈયાર઼્ છે સ્વાદિષ્ટ મૂઠીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
પર
Hyderabad
Cooking is the form of Art#Snehakitchenanybodycancook
વધુ વાંચો

Similar Recipes