શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals
શેર કરો

ઘટકો

૩૫મિનિટ
૫ લોકો માટે
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ચમચા તેલ
  3. ૩ થી ૪ ડુંગળી લાંબી સમારેલી
  4. ટામેટાં લાંબા સમારેલા
  5. ઇલાયચી
  6. ૨ થી ૩ લવિંગ
  7. તમાલપત્ર ના પાન
  8. બાદીયા
  9. સૂકા લાલ મરચાં
  10. ૧ ચમચીજીરુ
  11. ૭થી૮ કાજુ
  12. ૨થી૩ લીલા મરચાં લાંબા સમારેલા
  13. ૧ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  14. ૫૦ મી. લી. પાણી
  15. ૩ ટેબલ સ્પૂનબટર
  16. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  17. ૪ ચમચીધાણાજીરૂ
  18. ૪ ચમચીકિચન કિંગ મસાલો
  19. ૧/૨ ચમચીહળદર
  20. ૧ ચમચીકસુરી મેથી
  21. ૫ થી ૬ ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ
  22. બારીક સમારેલી કોથમીર
  23. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૫મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં તેલ લઈ તેમાં બધા સુકા મસાલા ઉમેરો ત્યારબાદ તેમાં લસણ સાંતળી ડુંગળી ઉમેરી દો. ૨ મિનિટ ડુંગળી થયા બાદ તેમાં ટામેટા અને કાજુ ઉમેરી દો. ટામેટા ગ્રેવી જેવા થયા બાદ તેમાં હળદર,મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, મીઠું ઉમેરી ૫ મિનીટ માટે પકાવો.

  2. 2

    બધું તૈયાર થઇ ગયા બાદ તેની મિક્સરમાં ગ્રેવી તૈયાર કરી લો.

  3. 3

    હવે બીજી કડાઈમાં બટર લઈ તેમાં જીરું આદુ-લસણની પેસ્ટ,લીલા મરચાં ઉમેરી મિક્સ કરીને પનીરના ચોરસ ટુકડા તેમાં ઉમેરી દો. તે થોડાં બ્રાઉન થયા બાદ તૈયાર કરેલી રેડ ગ્રેવી તેમાં ઉમેરી દો. હવે તેમાં પાણી નાખી ઢાંકીને ધીમી આંચ પર થવા દો. પાંચ મિનિટ થયા બાદ તેમાં ફ્રેશ ક્રીમ, કસૂરી મેથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દો.

  4. 4

    તૈયાર છે શાહી પનીર જે આ રીતે બનાવેલી ગ્રેવી અને ક્રીમના કોમીનેશન સાથે ખુબ ટેસ્ટી લાગે છે. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niral Sindhavad
પર

Similar Recipes