રાંધવાની સૂચનાઓ
- 1
આદુ, લાલ મરચું, લસણ અને થોડી કોથમીરની પેસ્ટ બનાવો.થોડી કોથમીર બારીક સમારીને ગાર્નિશિંગ માટે બચાવવી.
1/4 કપ તુવેર દાણાને હાફ ક્રશ કરી લો.
ડુંગળી અને ટમેટાની પેસ્ટ બનાવી લેવી. - 2
સૌ પ્રથમ એક નાની તપેલીમાં થોડું પાણી ગરમ કરો, પાણી ઉકળે એટલે તેમાં તુવેરના દાણા ઉમેરો. ઢાંકીને બફાઈ જવા દો, વચ્ચે-વચ્ચે ચેક કરતા રહેવું. દાણાને પ્રેસ કરીને ચેક કરવું, દાણા સોફ્ટ થાય ત્યાં સુધી બાફવા.
- 3
સીઝનિંગ માટે કડાઈમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લો. તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં રાઈ-જીરું, તજ, તમાલપત્ર, બાદિયા અને સૂકું મરચું નાખો. રાયદાણા તતડી જાય પછી તેમાં હિંગ અને આદુ-લસણ-મરચાની પેસ્ટ ઉમેરી એકાદ મિનિટ સુધી સાંતળો. કાઠિયાવાડી શાક ખુબજ ચટાકેદાર હોય છે તેમાં લસણનો ભરપૂર માત્રામાં ઉપયોગ થાય છે. લીલું લસણ તુવેરના શાકને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે માટે મેં લીલું લસણ યુઝ કરેલ છે. સૂકું લસણ પણ લઇ શકાય તેમજ લીલું અને સૂકું બંને સાથે પણ લઇ શકાય.
- 4
હવે તેમાં હાફ ક્રશ કરેલા તુવેરના દાણા, લાલ મરચું પાવડર, હળદર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.
ત્યારબાદ તેમાં ડુંગળી અને ટમેટાની પેસ્ટ ઉમેરી મિક્સ કરો અને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ્સ માટે ચડવા દો, વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. - 5
5 મિનિટ્સ પછી તેલ છૂટું પડતું દેખાશે, મતલબ ગ્રેવી બરાબર ચડી ગઈ છે તેમાં બાફેલા તુવેરના દાણા ઉમેરી બરાબર મિક્સ કરી લો. ઢાંકણ ઢાંકીને 2 મિનિટ્સ માટે ચડવા દો જેથી તુવેરના દાણામાં મસાલા તેમજ ગ્રેવીનો સ્વાદ ચડી જાય.
તો તૈયાર તુવેરનું મસાલેદાર શાક, જેને કોથમીરથી ગાર્નિશ કરી રોટલી, પુરી કે પછી બાજરીના રોટલા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી તુવેર ના નિમોના
નૉર્થ ઈન્ડિયા ની રેસીપી છે . વિન્ટર મા લીલી ચણા અથવા લીલા વટાણા થી બનાવા મા આવે છે. યહી મે લીલી તાજી તુવેર થી બનાવી છે. સ્વાદિષ્ટ તો છે બનાવા મા પર ઈજી છે. Saroj Shah -
-
બટેટીનું શાક (Baby potato sabji recipe in Gujarati)
#SVC#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં નાની-નાની બટેટીનું શાક બનાવ્યું છે. બટેટીનું ભરેલું શાક પણ બનાવી શકાય પરંતુ મેં આજે આખી બટેટીનું ગ્રેવીવાળું ખૂબ જ ટેસ્ટી શાક બનાવ્યું છે. આ શાકની ગ્રેવીમાં મેં ટમેટા, ડુંગળી, લસણ અને એ ઉપરાંત સીંગદાણા અને સફેદ તલનો પણ ઉપયોગ કર્યો છે. નાની-નાની બટેટી માંથી બનાવેલું આ શાક રોટલી, ભાખરી, પરાઠા કે રોટલા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જોઈએ કાઠીયાવાડી રીતે આખી બટેટીનું શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
કાજુ પનીર સબ્જી(Kaju paneer Sabji Recipe in Gujarati)
#MW2 આ સબ્જી બધી સિઝનમાં બનાવી શકીએ તેવી છે. Pinky bhuptani -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB #Week3 #કાજુ_મસાલા#KajuMasala #CashewCurry#Cookpad #Cooksnap#Cookpadgujarati#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveકાજુ મસાલા -આ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, સ્પાઈસી રેસીપી છે.બહુજ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં થી બનાવી શકાય છે. Manisha Sampat -
-
ક્વિક સાંભાર (Quick Sambhar Recipe in Gujarati)
આ રીતે સાંભાર ખૂબ જલ્દી થી બની જાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. Disha Prashant Chavda -
-
રીંગણ અને લીલી તુવેર ની કઢી (Ringan Lili Tuver Kadhi Recipe In Gujarati)
#CWM2#hathimasala#WEEK2#WLD#ROK#Khada ane routine masala Rita Gajjar -
-
-
-
-
-
-
-
-
-
-
ગરમ મસાલા (Garam Masala Recipe In Gujarati)
બધા ના ધરે ગરમ મસાલો બનતો જ હોય છે પણ આ એક અલગ રીતે બનાવેલો છે. જે તમે શાક અને દાળ જેમાં ગરમ મસાલા ની જરૂર પડે એમાં વાપરી શકાય અને રોજીંદા શાક અને દાળ માં પણ લઈ શકાય છે. Dimple 2011 -
ટોઠા (Totha recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia ટોઠા એ મહેસાણાની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. આ વાનગી બનાવવા માટે લીલું લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
-
પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati)
#goldenapron3 #week 16 #Panjabi Krupa Ashwin Lakhani -
-
ભેગા દાળ ભાત (Mix Dal Rice Recipe In Gujarati)
આ ભેગા દાળ ભાત આણંદ અને ચરોતર બાજુ ના પટેલ લોકો ની સ્પેશિયલ રેસીપી છે. આ ભેગા દાળ ભાત તુવેર દાળ, ભાત અને મિક્સ શાક ભાજી થી બનાવાય છે. શાકભાજી તમારી ઈચ્છા અનુસાર નાખી શકાય છે. (one pot meal) Hemaxi Patel -
More Recipes
ટિપ્પણીઓ