દલિયા કબાબ

Shital Satapara
Shital Satapara @cook_10104461

#અમદાવાદ
#તમારી મન પસંદ વાનગી
#શેફ હિના ગૌતમ
#સ્ટાર્ટર દલિયા કબાબ

દલિયા કબાબ

#અમદાવાદ
#તમારી મન પસંદ વાનગી
#શેફ હિના ગૌતમ
#સ્ટાર્ટર દલિયા કબાબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
10-15 સર્વિંગ્સ
  1. 100 ગ્રામઘઉં નો કરકરો લોટ (મોટો દળેલો)
  2. 50 ગ્રામચણા ની દાળ બે કલાક પલાળેલી
  3. 50 ગ્રામમગ ની દાળ બે કલાક પલાળેલી
  4. 1નંગ બટેકુ છીણેલુ
  5. 1નંગ ગાજર છીણેલુ
  6. 1વાટકી છીણેલી કોબીજ
  7. 1નંગ ઝીણી સમારેલી ડુંગળી
  8. 1નંગ ઝીણું સમારેલું કેપ્સિકમ
  9. 1 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  10. 1 ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  11. 1 ટી સ્પૂનગરમ મસાલો
  12. 1 ટી સ્પૂનધાણાજીરું
  13. સ્વાદ પ્રમાણે મીઠુ
  14. કબાબ સાંતળવા માટે તેલ
  15. ચટણી માટે -
  16. કોથમીર, મરચા, સીંગદાણા, લીંબુ નો રસ, 4-5 મીઠાં લીમડા ના પાન, આદુ ની કટકી, મીઠુ સ્વાદ પ્રમાણે
  17. પ્લેટિંગ કરવા માટે -
  18. પનીર ના કટકા, પાઈનેપલ ના કટકા

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    બટેકા, કોબીજ, ગાજર, ડુંગળી કૅપ્સિકેમ છીણી લો

  2. 2

    પલાળેલી દાળ મગ, ચણા ની તૈયાર રાખો

  3. 3

    હવે એક પાન માં થોડું તેલ મૂકી ઘઉં નો કરકરો લોટ સેકી લો

  4. 4

    હવે એક બીજા પેન માં બે ચમચા જેટલું તેલ મૂકી તેમાં લસણ આદુ ની પેસ્ટ ઉમેરો પછી તેને હલાવી તેમાં બધા શાકભાજી અને પલાળેલી દાળ ઉમેરી હલાવો 2 મિનિટ પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી ચડવા દો

  5. 5

    પાંચ મિનિટ પછી તેમાં સેકેલો કરકરો લોટ ઉમેરી હલાવો અને ધીમા તાપે ચડવા દો

  6. 6

    પછી આ મિશ્રણ ને થોડી વાર ઠરવા દો પછી મોટી સ્ટિક લઇ તેમાં આ મિશ્રણ ને લગાડી નોન સ્ટિક પેન માં ધીમા તાપે સેકો. એજ રીતે તેના થોડાક બોલ્સ બનાવી ને અપ્પમ પ્લેટ માં સેકો. આરીતે બધાજ કબાબ તૈયાર કરીલો

  7. 7

    પ્લેટિંગ કરવા માટે પનીર ને સાંતળી તેના ક્યુબ કરો

  8. 8

    હવે તેનું કોબીજ ની કટિંગ સાથે,અને કોબીજ માં પ્લેટીંગ કરી સર્વ કરો. તો તૈયાર છે એક મસ્ત મજા નું સ્ટાર્ટર...... દલિયા કબાબ 🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Satapara
Shital Satapara @cook_10104461
પર

ટિપ્પણીઓ

Similar Recipes