શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ પિઝા બેઝ
  2. ૧ સ્પૂન બટર
  3. ૧ સ્પૂન પિઝા‌ ટૉપિંગ
  4. ૧ સ્પૂન ગાર્લિક માયોનીઝ
  5. ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ
  6. ૧/૨ ચમચી સિઝનિંગ
  7. ૨ ચમચી ડુંગળી ઊભી સમારેલી
  8. ૨ ચમચી કેપ્સિકમ ઊભા સમારેલા
  9. ૨ ચમચી ટામેટાં ઊભા સમારેલા
  10. ૪ ચમચી ચીઝ
  11. ૧ ચમચી પનીર ક્યૂબ નાના

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પેહલા પૂરા પીઝા બેઝ માં આગળ અને પાછળ કાંટા વાડી સ્પૂન થી છેદ કરી લો.

  2. 2

    ત્યારબાદ બટર લગાવી દો પછી પીઝા ટૉપિંગ અને માયોનીઝ સ્પ્રેડ કરી લો. હવે ચિલ્લી ફ્લેક્સ અને સિઝનિંગ નાખી ચીઝ છીણી લો.

  3. 3

    હવે ડુંગળી, કેપ્સિકમ અને ટામેટાં તેમજ પનીર ક્યૂબ મૂકી દો તેના પર ચીઝ છીણી લો. હવે ચિલ્લી ફ્લેક્સ અને સિઝનિંગ નાખી દો.

  4. 4

    હેવી તળિયા વાળો તવો લઈને પેહલા તવા ને ગરમ કરી લો સ્લો ફ્લેમ પર હવે તેમાં પિઝા શેકવા મૂકી દો. 3 થી ૪ મિનિટ થવા દો. તૈયાર છે પનીર પિઝા વીથ ડબલ ચીઝ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes