હરા ભરા કબાબ

Jahnavi Chauhan
Jahnavi Chauhan @cook_16588644
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલપાલક
  2. 1 વાટકીવટાણા
  3. 1 વાટકીફણસી
  4. 1 વાટકીકેપ્સિકમ
  5. 4-5 નંગલીલા મરચાં
  6. 1 વાટકીપનીર
  7. 1 વાટકોબાફેલા બટાકા
  8. 1 વાટકોબ્રેડ ક્રમસ
  9. 1 વાટકીકોથમીર
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1 ચમચીધાણા જીરું
  12. 1 ચમચીગરમ મસાલો
  13. 1 ચમચીશેકેલા જીરું પાવડર
  14. 1 ચમચીઆમચૂર પાવડર
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 1/4 ચમચીખાંડ
  17. તેલ જરૂર મુજબ
  18. સોસ સર્વીંગ માટે
  19. કાજુ ગાૅનિશીંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1. સૌ પ્રથમ પાલક ને ધોઈ ને બ્લાન્ચ કરવાની છે. બ્લાન્ચ કરવા માટે એક કડાઈ માં પાણી ગરમ કરવા મૂકો સાથે સાથે તેમા થોડુ મીઠું ને ખાંડ નાખી દો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં પાલક નાખી 2 મિનિટ બફાવા દો. હવે પાલક ને પાણી માંથી કાઢી ને તેમાથી બધું પાણી નીકળી જાય તે રીતે રાખો.

  2. 2

    2. એક પેન માં એક ચમચી તેલ લઈ વટાણા, કેપ્સિકમ, ફણસી, લીલા મરચાં ને 10 મિનિટ સુધી સાતળી લો. બધું અડધા થી વધારે કૂક થઈ જાય એટલે તેને ઠંડુ થવા રાખો

  3. 3

    3. હવે એક મોટા બાઉલ માં બાફેલા બટાકા, પનીર, કોથમીર, મીઠું, બ્રેડ ક્રમસ, પેસ્ટ બનાવી તે ને બધો સૂકો મસાલો લઈ મિકસ કરી લો. આ મિશ્રણ ભાખરી ના લોટ કરતા પણ વધારે કઠણ રાખવું.. જેનાથી તળવા સમયે તેલ ના શોસે. (તેલ એબઝોબ ના કરે). મિશ્રણ મિક્સ કરતા સમયે જો ઢીલું લાગે તો તેમાં બ્રેડ ક્રમસ ને કોન્ફલોર ઉમેરી કઠણ કરી શકાય

  4. 4

    મિશ્રણ માંથી મિડીયમ થીક સાઈઝ ની ટિકી બનાવી તેના પર કાજૂ નો ટુકડો મૂકી ને બ્રેડ ક્રમસ માં રગદોળી (બ્રેડ ક્રમસ થી કોટ કરી) ગરમ તેલમાં ફાસ્ટ ફલેમ પરી તળી લેવી. તો તૈયાર છે એક સ્ટાર્ટ જે હેલ્ધી છે સાથે સાથે બધા ને ભાવે તેવું પણ છે.... જેને સોસ & લીલી ચટણી સાથે સવૅ કરી શકાય....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jahnavi Chauhan
Jahnavi Chauhan @cook_16588644
પર

ટિપ્પણીઓ

Similar Recipes