વેજ ડ્રાય મનચુરીયન

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#રેસ્ટોરન્ટ
આ મનચુરીયન બનાવવામાં ગાજર, ડુંગળી,શિમલામરચા ,લીલી ડુંગળી,લીલું લસણ અને કોબીજ જેવા શાકભાજીનો ઉપયોગ કર્યો છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. મનચુરીયન બનાવવા માટે-
  2. 500 ગ્રામકોબીજ
  3. 1નંગ ગાજર
  4. 1નંગ ડુંગળી
  5. 1 ટેબલસ્પૂનઆદુ લસણની પેસ્ટ
  6. 1 ટીસ્પૂનલાલ મરચું પાવડર
  7. 1 ટીસ્પૂનગરમ મસાલો
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 3 ટેબલસ્પૂનકોર્ન ફલોર અથવા જરુર મુજબ
  10. 3 ટેબલસ્પૂનમેંદો અથવા જરુર મુજબ
  11. અન્ય સામગ્રી-
  12. (તેલ તળવા માટે)
  13. ડ્રાય ગ્રેવી બનાવવા માટે-
  14. 1/2 કપડુંગળી (ઝીણી સમારેલી)
  15. 2 ટેબલસ્પૂનલસણ (ઝીણું સમારેલું)
  16. 1/4 કપશિમલા મરચા (લાંબા અને પાતળા સમારેલા)
  17. 1/4 કપલીલી ડુંગળી (ઝીણી સમારેલી)
  18. 2-3લીલા મરચા (લાંબા સમારેલા)
  19. 1 ટેબલસ્પૂનકોર્ન ફલોર(અડધી વાટકી પાણી ઓગાળેલું)
  20. 2 ટેબલસ્પૂનતેલ
  21. 1/2 ટીસ્પૂનકાળી મરી પાવડર
  22. 1/2 ટીસ્પૂનમીઠું
  23. 2 ટેબલસ્પૂનટોમેટો સોસ
  24. 1 ટેબલસ્પૂનસોયા સોસ
  25. 1 ટેબલસ્પૂનસેઝવાન સોસ
  26. 2 ટેબલસ્પૂનચીલી સોસ
  27. 1/2 કપપાણી
  28. સજાવવા માટે-
  29. લીલી ડુંગળી (ઝીણી સમારેલી)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોબીજ, ગાજર, ડુંગળી ટને પાણીથી ધોઈ છીણી લો અથવા કટર મશીનમાં બારીક ક્રશ કરી લો, તેમાં મીઠું, લાલ મરચું,ગરમ મસાલો,આદુ-લસણની પેસ્ટ, કોર્ન ફલોર, મેંદો મિકસ કરી મનચુરીયન માટે મિશ્રણ તૈયાર કરો.(જરુર પ્રમાણે મેંદો અને કોર્ન ફલોર ઉમેરી શકાય)

  2. 2

    તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના નાના બોલ્સ બનાવી ગરમ તેલમાં મીડીયમ આંચે સોનેરી રંગના તળીને ટીશ્યુ પેપર મૂકેલી ડીશ પર કાઢી લો.

  3. 3

    એક કઢાઇમાં તેલ ગરમ કરી લસણ સાતંળી ડુંગળી, શિમલા મરચા,લીલા મરચા, લીલી ડુંગળી ઉમેરીને 5 મિનિટ સાતંળી મીઠું, કાળી મરી પાવડર, ટોમેટો સોસ, સેઝવાન સોસ, ચીલી સોસ,સોયા સોસ ઉમેરી બરાબર મીકસ કરી 1-2 મિનિટ સાતંળી.

  4. 4

    તૈયાર કરેલ ગ્રેવીમાં પાણી ઉમેરી મિકસ કરો ત્યારબાદ અડધી વાટકીમાં ઓગાળેલું કોર્ન ફલોર ઉમેરી મિક્સ કરી તળેલા મનચુરીયન બોલ્સને ઉમેરીને 2 મિનિટ સાતંળી ગેસ બંધ કરી સર્વિંગ બાઉલમાં કાઢી લો.

  5. 5

    તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજ ડ્રાય મનચુરીયન સમારેલી લીલી ડુંગળીથી સજાવીને ગરમા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (6)

દ્વારા લખાયેલ

Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes