સીતાફળ રબડી

Doshi Khushboo
Doshi Khushboo @cook_16864278
Surat

#ફ્રૂટ્સ
સીતાફળ રબડી એ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે તાજી સીતાફળ માંથી બને છે. જે તહેવારો દરમિયાન અથવા ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. દૂધને ક્રીમી પુડિંગ ટેક્સચરમાં રાખવા માં આવે છે.આ ફળ એન્ટી ઓક્સિડેન્ટ્સ અને પોષક તત્ત્વોનો સંગ્રહ છે અને આ મીઠાઈને તેની પોતાની મીઠાશ અને સ્વાદ આપે છે જેથી આમાં ખાંડ નાખવાની જરૂર પડતી નથી. આ ફળ માંથી જે નેચરલ મીઠાશ છે.આ રબડી બનાવવા ની તૈયારી દરમિયાન ચારેય બાજુઓથી સતત હલાવવૂ જેથી તે બળી ન જાય. તો તમે પણ ઘરે બનાવો આ રબડી.

સીતાફળ રબડી

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1-1/ 2 લિટર દૂધ,
  2. સીતાફળ- ડી-સીડ અને પલ્પ સંગ્રહિત
  3. ખાંડ (optional) જરૂર પડે તડે તો જ એડ કરવી
  4. 1/4 કપ-બદામ બારીક કાપેલ (optional)
  5. 1/4 કપપિસ્તા બારીક કાપેલ (optional)
  6. 1 ચમચીએલચી પાવડર (ઇલાઇચી)
  7. ખાંડ (optional)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સીતાફળ ને ડી-સીડ કરી લો અથવા સંગ્રહિત કરેલો પલ્પ ને ફ્રીઝર માંથી કાઢી રૂમ ટેમ્પરેચર પર કરી લો.

  2. 2

    હવે એક પેન માં દૂધ લો અને તેને ઉકાળવા મુકો.તેમાં એલચીનો પાવડર નાખો અને ફરી ઉકાળો. (ધીમી ફ્લેમ પર ઉકાળવું).અને જ્યાં સુધી દુધ પર ક્રીમી અને જાડું ન થાય ત્યાં સુધી દુધ ને ઉકળવા દો.

  3. 3

    એકવાર તમે ક્રીમી અને જાડુ થઈ જાય પછી ગેસ બંધ કરો અને આ દુધને મોટા બાઉલમાં કાઢી અને તેને ઠંડુ થવા દો.

  4. 4

    ઠંડુ થયા બાદ તેમાં ડી-સીડેડ કરેલ સીતાફળ નો પલ્પ, બદામ, પિસ્તા તેમાં ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો.(બદામ, પિસ્તા optional છે)

  5. 5

    સર્વ કરતા પહેલાં 2 થી 3 કલાક રેફ્રિજરેટ કરો. હવે પછી આવનારી સીઝનમાં ઘરે દિવાળી પાર્ટીનાં મેનુમાં ઠંડીવાળી સીતાફળ રબડી રેસીપી સર્વ કરો અને તમારા મહેમાનને તેની મીઠાશમાં આનંદ આપો..દિવાળી પાર્ટીના મેનુમાં ડુંગળી પકોરા રેસીપી (એક પરફેક્ટ દિવાળી અને સાંજનો નાસ્તો) જેવા નાસ્તાની સાથે દિવાળી પાર્ટીના મેનૂ પર ઠંડીવાળી સીતાફળ રાબડી રેસીપી પીરસો.

  6. 6

    તો રેડી છે સીતાફળ રબડી.તેને ચિલ્ડ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Doshi Khushboo
Doshi Khushboo @cook_16864278
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes