ઘટકો

  1. ૧૫૦ ગ્રામ બાફેલા વટાણા
  2. ૧૦૦ ગ્રામ પનીર
  3. ૪ મોટા ટામેટા
  4. ૫ ૬ કડી લસણ
  5. ૧ નાની કટકી આદુ
  6. ૧ મોટી ડુંગળી ઝીણી સમારેલી
  7. સ્વાદ અનુસાર મીઠું
  8. ૧ ચમચી ગરમ મસાલો
  9. ૧ ચમચી લાલ મરચું
  10. ૧/૨ ચમચી હળદર
  11. ચપટીહિંગ
  12. ૫ ચમચી તેલ
  13. ૧ ચમચી કોથમરી બારીક સમારેલી
  14. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં થોડું પાણી લો. તેને ગરમ કરો. તેમાં સમારેલા ટામેટા આદુ લસણ ને ઉકાળો

  2. 2

    હવે તેને ૧૦ ૧૨ મિનિટ ઉકાળો. તેને ઠંડુ પડવા દો. એક પેન લો. તેમાં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ નાખો. હવે ઝીણી સમારેલી ડુંગળી ને સાંતળી લો.

  3. 3

    હવે ટામેટા વાળુ મિશ્રણ ઠંડુ પડી જાય એટલે એની ગ્રેવી બનાવી લો.

  4. 4

    હવે પેન માં ડુંગળી સંતડાય જાય એટલે તેમાં ટામેટા ની ગ્રેવી નાખો થોડું પાણી નાખી ને ગ્રેવી ને ચડવા દો.

  5. 5

    હવે ગ્રેવી સરખી સંતડાય જાય એટલે તેમાં મરચું હળદર મીઠું ગરમ મસાલો નાખો. બાફેલા વટાણા અને પનીર ઉમેરો બધા ને સરખું ચડવા દો. જો કેપ્સીકમ ભાવતું હોય તો ઝીણા ઝીણા કેપ્સીકમ ના ટુકડા નાખી શકાય. હવે ૨ ૩ મિનિટ શાક ને ચડવા દો. હવે એક પ્લેટ માં લો કોથમરી છાંટી રોટલી પરાઠાસાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

SURBHI VYAS
SURBHI VYAS @cook_18506045
પર
Veraval
મને રસોઈ બનાવી ગમે છે.
વધુ વાંચો

Similar Recipes