તૂરીયા મા પાત્રા

Nidhi Desai
Nidhi Desai @cook_20060587
Pune

તૂરીયા નુ શાક તો ખાતા હશો, પાત્રા સાથે નુ મિકસર એક મસ્ત શાક જે ખૂબ જ ટેસ્ટી લાગે છે ,ગુજરાત ના લગ્નમાં પણ આ શાક ખૂબ જ ફેમસ છે, આજે તો આજ રેસીપી

તૂરીયા મા પાત્રા

1 કમેન્ટ કરેલ છે

તૂરીયા નુ શાક તો ખાતા હશો, પાત્રા સાથે નુ મિકસર એક મસ્ત શાક જે ખૂબ જ ટેસ્ટી લાગે છે ,ગુજરાત ના લગ્નમાં પણ આ શાક ખૂબ જ ફેમસ છે, આજે તો આજ રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક પ્રીપેરેશન, 1 કલાક બનાવવા મા
2..3 વ્યક્તિ માટે
  1. 4પાત્રા
  2. 250 ગ્રામતૂરીયા
  3. 15જેટલી કડી લસણ
  4. 6..7 લીલા મરચાં
  5. 3 ટુકડાઆદું
  6. 100 ગ્રામકોથમીર
  7. 150 ગ્રામજુવાર નો લોટ
  8. 50 ગ્રામઘઉંનો લોટ
  9. 100 ગ્રામચણાનો લોટ
  10. 50 ગ્રામચોખા નો લોટ
  11. 100 ગ્રામગોળ
  12. 50 ગ્રામઆમલી
  13. 4 ચમચીધાણાજીરું
  14. 2 ચમચીકીચન કિંગ મસાલો
  15. 3 ચમચીલાલ મરચું પાઉડર
  16. 2 ચમચીહળદર
  17. 2 ચમચીજીરુ
  18. 2 ચમચીરાઈ
  19. 1બાઉલ તેલ
  20. મીઠું
  21. 2 ચમચીદહીં
  22. 1.ચમચી ખાંડ
  23. ચમચીહીંગ અડધી

રાંધવાની સૂચનાઓ

1 કલાક પ્રીપેરેશન, 1 કલાક બનાવવા મા
  1. 1

    પાત્રાની રેસીપી,પાત્રા ધોઈને સાફ કરી, નષ કાપી લો, લોટ ભેગા કરી એક બાઉલમાં લઇ લો, એમા ગોળ, આમલી નુ પાણી, દહીં નાખો
    લીલુ મરચુ, 1 મોટો ટુકડો આદું, 10 કડી લસણ, કોથમીર ને મિક્સરમાં વાટી લો,
    લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, મીઠું ને 3..4 ચમચી તેલ લઈને લોટ તૈયાર કરો, બો પાતળુ ન કરી દેવુ,

  2. 2

    પાત્રા ચોપડી લો, સ્ટીમ કરવા કાણા વાળી ડીસ મા ઈદડા ના કૂકરમા મૂકો, 30..35 મિનિટ સુધી ઢાંકી ને સ્ટીમ કરો, ચપ્પુ લગાવી ને ચડી ગયા કે નહીં તે જુઓ

  3. 3

    તૂરીયા ની છાલ કાઢી લો, કાપી લો, ટુકડા કરી લો, 5..6 લસણ, 2 લીલુ મરચુ, 1 ટુકડો આદું, કોથમીર મિકસર મા વાટી લો,

  4. 4

    એક પેનમાં જીરૂ, રાઈ લો, તટડી જાય હિંગ નાખો,, લસણ, મરચુ,આદું, કોથમીર ને પેસ્ટ ને મીઠું નાખો,, 3..4 ચમચી પાણી ઉમેરી,, કીચન કિંગ મસાલો નાંખીને ઢાંકી લો, 15 મીનીટ સુધી

  5. 5

    પાત્રા ઉમેરો, બરાબર મિક્સ કરો, 1 ચમચી ખાંડ નાખો,કોથમીર નાખો, સૂકુ લાગે તો તેલ ઉમેરો, ઢાંકી ને 15..20 ઢાંકી ને ચડવા દો, પીરસો ત્યારે શીગતેલ નાખી ને, કયાં તો લીંબુ નીચવી ને ખાઈ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
Nidhi Desai @cook_20060587
પર
Pune
I love to eat tasty yummy food ,, love to try different recipes and I believe that "cooking is art "😊
વધુ વાંચો

Similar Recipes