ખજૂર બિસ્કિટ પેસ્ટ્રી

Helly Unadkat
Helly Unadkat @helly11
Khambhaliya

#DK

શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ખજૂર
  2. 1મેરિગોલ્ડ બિસ્કિટ નું પેકેટ
  3. 2ટે. સ્પૂન ઘી
  4. 2ટે. સ્પૂન મલાય
  5. ડ્રાયફ્રુઈટ પસંદગી મુજબ
  6. નારિયેળ નું ઝીણું ખમણ

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    સૌ પ્રથમ એક બાઉલ જેટલી ખજૂર લય ઠળિયા કાઢી નાખો.

  3. 3

    ત્યારબાદ એક કડાઈ માં ઘી ગરમ મુકો.ઘી ગરમ થાય ત્યારે તેમાં ખજૂર ઉમેરો. ગેસ નો તાપ ધીમો કરી નાખવો. ધીમા તાપ પર ખજૂર ને સીરા જેવી થવા દો. થોડી થોડી વારે હલાવતા રહો.હવે તેમાં થોડી મલાય એડ કરો.તેમજ ડ્રાયફ્રુઈટ નો ભૂકો એડ કરો.

  4. 4

    ખજૂર નું મિશ્રણ થોડું ઠંડુ થઈ ત્યાર બાદ તેની નાની-નાની થેપલી બનાવો.

  5. 5

    હવે આ થેપલી પર બિસ્કિટ મૂકી ત્યાર બાદ બીજી થેપલી વડે કવર કરો આમ બે થી ત્રણ બિસ્કિટ નું પડ બનાવી તેને કવર કરતું જવાનું છે.આ મુજબ બધા બિસ્કિટ ના કોટ બનાવી લો.આ કોટ ને નારિયેળ નું ખમણ લગાવો.

  6. 6

    થોડા સમય પછી પેસ્ટ્રી ના આકાર માં કટ કરી લો.તો હવે રેડ્ડી છે ખજૂર બિસ્કિટ પેસ્ટ્રી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Helly Unadkat
Helly Unadkat @helly11
પર
Khambhaliya
❤️ I Love Cooking ❤️
વધુ વાંચો

Similar Recipes