ખજૂર બિસ્કિટ ડિલાઇટ (Khajoor Biscuit Delight Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
શેર કરો

ઘટકો

35 મિનિટ
7 નંગ
  1. 500 ગ્રામખજૂર
  2. 2 ચમચીઘી
  3. 1/4 કપબદામ
  4. 1/2 કપકોકોનટ છીણ
  5. 21 નંગમેરી બિસ્કિટ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    ખજૂરના ઠળીયા કાઢી લો. પછી એક પૅનમાં 2 ટે.સ્પૂન ઘી નાખી ખજૂરને 10 મિનિટ માટે સાંતળી લેવી.

  2. 2

    ખજૂર થોડી સોફટ થાય એટલે બદામનો પાઉડર નાખી મિક્સ કરી લો અને પેન છોડે ત્યાં સુધી ધીમી આંચે હલાવવું.

  3. 3

    હવે તેને એક બાઉલમાં લઇ ઠંડું થવા દો. પછી તેના નાના બોલ્સ બનાવી પ્લાસ્ટિક શીટ પર લઇ પૂરીની સાઇઝ જેટલી વણી લો. એવી જ રીતે 4 પૂરી વણી લો.

  4. 4

    એક ખજૂરની પૂરી મૂકો પછી તેના પર મેરી બિસ્કિટ મૂકો. એવી જ રીતે બીજા 2 બિસ્કિટ ઉપર મૂકી હાથે થી ફોટો મુજબ છે એમ શેઇપ આપી દો અને કોકોનટ છીણમાં રગદોળી લો.

  5. 5

    તો તૈયાર છે ખજૂર બિસ્કિટ ડિલાઇટ. તેને કટકા કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes