કેળા ની ખીચડી

Mehula Joshi
Mehula Joshi @cook_20585749

અગિયારસ નો ફરાળ.

કેળા ની ખીચડી

અગિયારસ નો ફરાળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 4મોટા કાચા કેળા
  2. 1મોટો વાટકો સીંગદાણા
  3. 1ટમેટું
  4. 1મરચું
  5. 1 ચમચીખમણેલું આદુ
  6. 1લીંબુ
  7. 1ચમચો તેલ
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીજીરુ
  10. સ્વાદ અનુસાર મીઠું
  11. સજાવટ માટે સીંગદાણા, ધાણાભાજી, ફરાળી ભૂંગળા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેળા લો. તેને છીણી લો.

  2. 2

    સીંગદાણા લો. તેનો મિક્સર માં ભુક્કો કરો.

  3. 3

    ટમેટા, મરચા આદુ ને સુધારી ને રાખો. એક પેન લો. તેમાં 1ચમચો તેલ નાખો. તેમાં ટમેટા, મરચા, આદુ નાખો. તેમાં છીણેલા કેળા નાખો.પછી થાળી ઢાંકી દો. 1ગ્લાસ પાણી થાળીની ઉપર રાખી દસ મિનિટ ચડવા દો.

  4. 4

    દસ મિનિટ પછી પેન પરથી થાળી હટાવી તેમાં સીંગદાણા નો ભુક્કો નાખી હલાવો. તેમાં સ્વાદ અનુસાર મીઠું ને લીંબૂ નો રસ નાખી ધાણાભાજી નાખો.ફરાળી ભૂંગળા ને સીંગદાણા થી સજાવું. તો તૈયાર છે ફરાળી કેળા ની ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mehula Joshi
Mehula Joshi @cook_20585749
પર

ટિપ્પણીઓ

Similar Recipes