છોલે પુરી

Alpa Rajani
Alpa Rajani @Rajani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો કાબુલી ચણા
  2. 2 નંગટામેટા
  3. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 2 નંગડુંગળી
  5. 1 ચમચીમીઠું
  6. 2ચમચા તેલ
  7. 1વાટકો ઘઉં નો લોટ
  8. 2 ચમચીરવો
  9. 1 ચમચીતેલ મોણ માટે
  10. ૧/૪ મીઠું
  11. જરૂર મુજબ પાણી
  12. 2 નંગબટેટા
  13. 1ચમચો સમારેલા ધાણા
  14. ૧/૪ હળદર
  15. 1 ચમચીછોલે મસાલા
  16. 1 ચમચીકાશ્મીરી ચટણી
  17. 2સૂકા લાલ મરચા
  18. 2તમાલપત્ર
  19. 1 નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    છોલે પુરી બનાવવા માટે સૌપ્રથમ ચણાને 8 થી 10 કલાક પલાળો ત્યારબાદ તેને મીઠું નાખી બાફી લો બટેટા ને પણ બાફી લો ડુંગળી ટમેટા આદુ મરચા લીલા ધાણા સુધારીને મિક્સરમાં પીસી નાખો

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં લાલ મરચાં તમાલપત્ર નાખો ગ્રેવી નાખો બરાબર શેકો

  3. 3

    બાફેલા ચણા નાખો અને બાફેલા બટેટાને છીણીને નાખો ત્યારબાદ તેમાં લીંબુ મીઠું ચટણી હળદર છોલે મસાલો નાખી બરાબર હલાવો 5 મિનીટ ઢાંકી દો ગેસ બંધ કરી દો તૈયાર છે છોલે

  4. 4

    પુરી માટે એક પાત્ર માં ઘઉંનો લોટ લેવો તેમાં બે ચમચી રવો નાખો એક ચમચી મોણ અને મીઠું નાખો પાણી નાખી કડક લોટ બાંધો થોડીવાર ઢાંકી દો

  5. 5

    લોટમાંથી પુરી માટે લુવા બનાવી પૂરી વણો સાઈઝ થોડી મોટી રાખવી

  6. 6

    એક પેનમાં તેલ ગરમ કરવા મુકો ગરમ થાય ત્યારે તેમાં પુરી તળો પૂરીને હંમેશા ફાસ્ટ ફ્લેમ પર જ તળવાની

  7. 7

    હવે સર્વિંગ બાઉલમાં છોલે લ્યો અને પ્લેટ માં પૂરી લઇ બાજુમાં ડુંગળી ની સ્લાઈસ મૂકી સર્વ કરો

  8. 8

    તૈયાર છે આપણા ગરમાગરમ છોલે પુરી......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Rajani
Alpa Rajani @Rajani
પર

Similar Recipes