વધારેલી ખીચડી

RITA
RITA @RITA2
શેર કરો

ઘટકો

30મીનીટ
2વ્યક્તિ
  1. 1/3 કપચોખા
  2. 1/2 કપમગની મોગર દાળ
  3. નીમક સ્વાદ મુજબ
  4. 1/4 ચમચીહળદર પાવડર
  5. 3ચમચા તેલ વધાર માટે
  6. 1 નંગબટેટુ
  7. 2 નંગડુંગળી
  8. 2 નંગટમેટા
  9. 2 નંગલીલા મરચાં જીણા સમારેલા
  10. 5,7પાન મીઠો લીમડો
  11. 5 કપપાણી
  12. 1/2 ચમચીરાઈ
  13. 1/2 ચમચીજીરુ
  14. 1/4 ચમચીહીંગ પાવડર
  15. 1 વાટકીવટાણા
  16. 2પાન તમાલ પત્ર
  17. 2 ચમચીલાલ મરચું પાવડર
  18. 2 ચમચીધાણા જીરુ પાવડર

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    ખીચડીયા ચોખા અને દાળ ને પાણીથી ધોઈને અડધી કલાક પલાળી દેવા હવે ગેસ ચાલુ કરી ગેસ પર કુકર મુકી કુકરમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં વધારના બધા મસાલા નાખી ને વધાર તૈયાર કરી લેવો.પછી તેમાં બધા વેજીટેબલ વધારી લેવા.

  2. 2

    વેજીટેબલ બધા મીક્ષ કરી લેવા.પછી બધો મસાલો નાખી ને શાક તૈયાર કરી લેવું. પછી તેમા દાળ ચોખા ને નાખી ને મીક્ષ કરી લેવું

  3. 3

    હવે તેમાં પાણી નાખી ને મીક્ષ કરી લેવું પછી ત્રણ વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો પંદર મીનીટ પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું.

  4. 4

    ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો હવે હું સવૅ કરુ છું.

  5. 5

    બધા ઘરમાં બનતી વધારેલી ખીચડી અલગ અલગ રીતે વઘારી ને બનાવી શકાય છે.

  6. 6

    મે ખીચડી ને છાશ, મરચા અને વેફૅસ સાથે સવૅ કરુ છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
RITA
RITA @RITA2
પર

Similar Recipes