વેજ તવા પુલાવ (Veg Tawa Pulav Recipe in Gujrati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#ભાત/ #ચોખા #પોસ્ટ_૨
આજે લંચ માટે બમ્બૈયા સ્ટાઈલ વેજીટેબલ તવા પુલાવ બનાવ્યો. સાથે બુંદી રાઈતુ અને પાપડ.

વેજ તવા પુલાવ (Veg Tawa Pulav Recipe in Gujrati)

#ભાત/ #ચોખા #પોસ્ટ_૨
આજે લંચ માટે બમ્બૈયા સ્ટાઈલ વેજીટેબલ તવા પુલાવ બનાવ્યો. સાથે બુંદી રાઈતુ અને પાપડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧+૧/૨ કપ બાસમતી ચોખા (૨૦ મિનિટ સુધી પલાળી રાખો)
  2. 1બાફી સમારેલું બટાકુ
  3. 1સમારેલું ટમેટું
  4. 1સમારેલી ડુંગળી
  5. ૧/૨ કપ લીલાં વટાણા
  6. 2 ચમચીસમારેલું કેપ્સીકમ
  7. 1 ચમચીલસણની ચટણી
  8. 3 ચમચીપાવભાજી મસાલો
  9. 1 ચમચીકાશ્મીરી મરચું પાવડર
  10. ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
  11. ૩+૧ ચમચી બટર
  12. 2 ચમચીતેલ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૧/૨ ચમચી લીંબુનો રસ
  15. 2 ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચોખાને પાણીમાં પલાળી રાખો.૨૦ મિનિટ બાદ બે વખત ધોઈને પાણી નીતારી લો. મેં અહીં કૂકરમાં બાફી લીધાં છે. તમારે છુટાં રાંધવા હોય તો એ રીતે રાંધવા. કૂકરમાં બાફવા માટે ૫ કપ પાણી ઉમેરી રાંધવા. જે કપથી ચોખા લીધા હોય એ જ કપથી પાણી લેવું અને ૨ સીટી વગાડી લો.

  2. 2

    હવે બધી સામગ્રી ભેગી કરી લો.એક પેનમાં ૩ ચમચી બટર અને તેલ ઉમેરી વટાણા ૫ મિનિટ સુધી સાંતળો.

  3. 3

    હવે ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી ૨ થી ૩ મિનિટ સુધી સાંતળવું. ત્યાર બાદ ટામેટા અને બટાકા ઉમેરીને બરાબર મિક્સ કરો અને ૫ મિનિટ સુધી થવા દો.હવે વચ્ચે ૧ ચમચી બટર ઉમેરી પાવભાજી મસાલો, લસણની ચટણી, કાશ્મીરી મરચું અને લાલ મરચું પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે મીઠું નાખી મિક્સ કરી લો. રાંધેલા ભાત છુટા કરી થોડા થોડા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

  5. 5

    છેલ્લે સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  6. 6

    એક સર્વીંગ પ્લેટમાં તૈયાર પુલાવ કાઢી એને બુંદી રાઈતુ અને પાપડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes