સ્પાઈસી દહીં પરાઠા

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#રોટલી
ઘઉં નો લોટ ના અને દહીં નો મઠ્ઠો માં મસાલા નાખી, ને બનાવેલ સ્વાદિષ્ટ સ્પાઈસી દહીં પરાઠા.

સ્પાઈસી દહીં પરાઠા

#રોટલી
ઘઉં નો લોટ ના અને દહીં નો મઠ્ઠો માં મસાલા નાખી, ને બનાવેલ સ્વાદિષ્ટ સ્પાઈસી દહીં પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપહંગ કર્ડ (બાંઘેલા દહીં નો મઠ્ઠો)
  2. નાની ડુંગળી ખમણેલી
  3. ૨ ટેબલ સ્પૂનખમણેલું પનીર
  4. ૨ ટેબલ સ્પૂનખમણેલું ચીઝ
  5. ૨ ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  6. ૧૧/૨ ટેબલ સ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
  7. ૧/૪ ટી સ્પૂનહળદર
  8. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું પાવડર
  9. ૧/૨ ટી સ્પૂનઘાણા જીરું પાવડર
  10. ૨ ટેબલ સ્પૂનચણાનો લોટ
  11. ૧ કપઘઉંનો લોટ
  12. ૨ ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ધી સાંતળવા માટે
  15. છુંદો સાથે પીરસવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિશ્રણ બોઉલ માં હંગ કર્ડ, ખમણેલી ડુંગળી, પનીર, ચીઝ, કોથમીર, આદુ મરચાં ની પેસ્ટ, લાલ મરચું પાવડર, ઘાણા જીરું પાવડર, ચણા નું લોટ મીઠું સ્વાદાનુસાર નાખી ને મિક્સ કરો.

  2. 2

    એમાં ઘઉં નો લોટ,તેલ નું મોણ નાખી ને મિક્સ કરી પરોઠા નું કણક બાંધો.(જરુરી હોય તો ૧-૨ ટેબલ સ્પૂન પાણી નાખવું).

  3. 3

    કણક મસળી ને ૬ લુઆ બનાવો. એક લુઓ લઈને અટામણ સાથે ગોળ રોટલી વણો.

  4. 4

    બે બાજુ થી ફોલ્ડ કરો. (ફોટા માં બતાવ્યાં મુજબ)

  5. 5

    ફરીથી બે બાજુ થી ફોલ્ડ કરી ચોરસ આકારનું લુઆ બનાવો.(ફોટા માં બતાવ્યાં મુજબ)

  6. 6

    અટામણ લઈ ને ચોરસ આકારના પરોઠા વણી લો.

  7. 7

    ગરમ તવા પર વણેલા પરોઠા મૂકી,૧/૨ મિનિટ પછી પલટાવીને,થોડું ઘી સાથે ને બન્ને સાઈડ ગુલાબી રંગ ના પરોઠા શેકી લો.એવી રીતે બઘાં દહીં પરાઠા બનાવવા.

  8. 8

    ગરમાગરમ સ્વાદિષ્ટ સ્પાઈસી દહીં પરાઠા, છુંદો સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes