ક્રિસ્પી બાઈટસ (Crispy Bites Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#રોટીસ

આમતો આ બાઈટસ વધેલી રોટલી માંથી બનાવાય છે.પણ મારે ત્યાં રોટલી વધતી નથી એટલે રોટલી બનાવીને ઠંડી થયા બાદ બનાવું છું.મારી ફેમિલી માં નાનાં-મોટાં બધાંને ખૂબ ભાવે છે એટલે હું બનાવતી જ રહુ છુ અને મારી બંને દિકરીઓ સ્કુલ નાસ્તામાં પણ લઈ જાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
4 વ્યક્તિ
  1. 10-12ઠંડી રોટલી
  2. 1 ચમચીલાલ મરચું
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 3/4 ચમચીઆમચૂર પાવડર
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    એક પેન માં તેલ ગરમ કરવા મુકો અને એક બાઉલમાં હાથથી રોટલી ના ટૂકડા કરી લો.

  2. 2

    તેલ ગરમ થાય પછી તેલ માં રોટલી ના ટૂકડા નાખો અને હલાવતા જાઓ.વચ્ચે ગેસ ફાસ્ટ થી સ્લો કરતાં રહેવું.રોટલી ગોલ્ડન થાય એટલે કાઢી લેવી.વધુ કડક ન કરવી,નહિતો ખાવામાં કડવી લાગશે.

  3. 3

    આ રીતે બધી રોટલી ના ટૂકડા તળી લો. હવે ટૂકડા સહેજ ઠંડા પડે પછી લાલ મરચું,આમચૂર પાવડર અને મીઠું ઉમેરી બરાબર મીક્ષ કરી લો.

  4. 4

    તૈયાર છે એકદમ કુરકુરા અને ચટપટા ક્રિસ્પી બાઈટસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (5)

Ushma Malkan
Ushma Malkan @ush_85
Hu alws bcheli roti ne am fry Kari ne msala vali bnavi lav chhu all loves in our family.👌

દ્વારા લખાયેલ

Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

Similar Recipes