લૌકી મુઠીયા (Lauki Muthiya Recipe In Gujarati)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347

#સ્નેકસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદુધી
  2. 1/2 વાડકીઘઉં નો ગગરો લોટ
  3. ૩ ચમચીચણાનો લોટ
  4. ચારથી પાંચ ચમચી મોવણ માટે તેલ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. અઢી ચમચી ધાણાજીરૂ
  7. 8-9લીલા મરચા
  8. 8-9લસણની કળી
  9. ૧ ટુકડોઆદુ નો
  10. ૩ ચમચીતલ
  11. ચારથી પાંચ ચમચી વઘાર માટે તેલ
  12. 1/2 ચમચીરાઈ
  13. 1/4 ચમચીહિંગ
  14. ગાર્નીશિંગ માટે ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધીને છીણી લેવી પછી આદુ-મરચા-લસણની પેસ્ટ તૈયાર કરવી છીણેલી દૂધીમાં સૌપ્રથમ ઘઉં નો ગગરો લોટ ભેળવવો તથા ચણાનો લોટ ભેળવવો એકવાર મિક્સ કરી લેવું પછી આ મિશ્રણમાં આદુ-મરચા-લસણની પેસ્ટ મીઠું ધાણાજીરૂ બે ચમચી તલ ચાર ચમચી તેલ નાખીને હાલાવો હળવા હાથે

  2. 2

    પછી ફોટા માં બતાવ્યા પ્રમાણે મુઠીયા નું ભાષણ ધીમા તાપે ગરમ કરવા મૂકો અને તેમાં જુદા જુદા શેપમાં મુઠીયા મુકવા પછી વાસણ ઢાંકી દેવું અને વીસ મિનિટ ફાસ્ટ ગેસ પર મુઠીયા થવા દેવા પછી ગેસ બંધ કરી દેવો

  3. 3

    પછી મુઠીયા ઠંડા થાય એટલે એક કડાઈમાં 1/4 ચમચી તેલ મૂકીને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખવી પછી રાઈ તતડે એટલે ૧ પીંચ હિંગ નાખીને મુઠીયા નાખવા પછી મુઠીયાને ધીમા તાપે લાલ કરવા આ રીતે મુઠીયા તૈયાર કરવા અને પછી સવ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347
પર

ટિપ્પણીઓ

Similar Recipes