ચટાઈ-કટોરી ચાટ(chattai-katori chaat recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપઘઉં નો લોટ
  2. 2 ચમચીતેલ
  3. 1 ચમચીઅજમો
  4. મીઠું સ્વદાનુસાર
  5. પાણી જરૂર મુજબ
  6. તેલ તળવા માટે
  7. 1 નંગબાફેલું બટાકુ
  8. 1 નંગડુંગળી
  9. 2 મોટી ચમચીઝીણી સેવ
  10. 2 ચમચીલીલી ચટણી
  11. 2 ચમચીલાલ ચટણી
  12. 2 ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલ માં ઘઉં નો લોટ લઈ તેમાં અજમો (હાથ થી મસળીને નાખવો),મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી લો.

  2. 2
  3. 3

    હવે જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરી કડક લોટ બાંધી લો.

  4. 4

    લોટ ને ઢાંકીને 20 મિનિટ માટે મૂકી દો. હવે એમાંથી સરખા લુવા કરી લો.

  5. 5

    એક લુવો લઈ વણી લો અને ચપ્પા થી ચોરસ કટ કરી પાતળી ઊભી પટ્ટીઓ કટ કરી લો.

  6. 6

    હવે એક કટોરી પર તેલ ચોપડી તેના પર કાપેલી પટ્ટી મૂકતા જાવ.

  7. 7

    પછી એક પટ્ટી છોડીને બીજી પટ્ટી ઉપર આવે એ રીતે પટ્ટીઓ ગોઠવો. અને જ્યાં પટ્ટી નીચે બીજી પટ્ટી આવતી હોય ત્યાં પાણી લગાવી લેવું.

  8. 8

    જેથી તળતી વખતે પટ્ટીઓ ખુલી ના જાય.

  9. 9

    આ રીતે બધી પટ્ટીઓ ગોઠવી લો. બાસ્કેટ તૈયાર થશે.

  10. 10

    હવે તેલ ને મિડિયમ આંચ પર ગરમ કરી કટોરી ને તળી લેવી.

  11. 11

    ગોલ્ડન કલર થાય ત્યાં સુધી.

  12. 12

    હવે એમાં બટાકું,ડુંગળી અને ચટણી સાથે દહીં સેવ બધું મૂકી સર્વ કરો.

  13. 13

    તૈયાર છે ચટાઈ - કટોરી ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (39)

Similar Recipes