દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 વાડકીમગ ની દાળ
  2. 1/2 વાડકીઅળદ ની દાળ
  3. 1/4 વાડકીચણા ની દાળ
  4. 1/4 વાડકીતુવેર ની દાળ
  5. 1/8 વાડકીમસુર
  6. 1 ચમચીજીરુ દાળ બાફવાં મા
  7. 1 ચમચીહદદર
  8. 1 ચમચીઘી દાળ બાફવા મા
  9. 1 ચમચીમીઠુ દાળ બાફવા મા
  10. દાલ ફ્રાઈ માટૅ
  11. 2કાંદા ઝીણા સમારેલા
  12. 2ટામેટાં ઝીણા સમારેલા
  13. 2 ચમચીલસણ ની પેસ્ટ
  14. 2 ચમચીમરચાઆદુ ની પેસ્ટ
  15. 1 ચમચીજીરુ
  16. 3આખા લાલ મરચા
  17. 2તમાલ પત્ર
  18. 2લવિંગ
  19. 5કાળા મરી
  20. 1તજ નો ટૂકડો
  21. 3 ચમચીતેલ
  22. 2 ચમચીધણા જીરુ પાઉડર
  23. 2 ચમચીલાલ મરચુ
  24. 1 ચમચીગરમ મસલો
  25. 2 ચમચીકિચન કિંગ મસાલો
  26. 1 ચમચીમીઠું
  27. તડકા માટૅ
  28. 2 ચમચીઘી
  29. 1 ચમચીજીરુ
  30. 1/2 ચમચીહિંગ
  31. 1 ચમચીકસ્મિરી લાલ મરચુ
  32. 2 ચમચીઝીણું સમારલુ લસણ
  33. લીલા ધાણા
  34. જીરા રાઈસ
  35. 250 ગ્રામબાસમતી રાઈસ રાંધીને
  36. 1 ચમચીજીરુ
  37. 3 ચમચીઘી
  38. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી દાળ ને સારી રીતે ધોઇ ને મીઠું,જીરૂ,હદદર,અને ઘી નાખી પાણી ઉમેરી ને કુકરમાં 5 સીટી વગાડી ને બાફી લ્યો.હવે એક કઢાઈ મા તેલ ગરમ કરવા મુકો એમા જીરુ અને બધા આખા મસાલા ઉમેરો.પછી લસણ ની પેસ્ટ અને આદુમરચા ની પેસ્ટ ઉમેરો.

  2. 2

    હવે એમા કાંદો ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાતડો પછી એમા ટામેટાં ઉમેરો એમા બધા મસાલા કરો મિક્સ કરી ટામેટાંચડી જાય ત્યાં સુધી થવા દો.પછી એમા બાફેલી દાળ ઉમેરો.એક ગ્લાસ પાણી ઉમેરી દાળ ઉકાળવા દો.

  3. 3

    હવે એમા તડકો લગાવો.એક વઘારિયા માં ઘી ગરમ કરવા મુકો એમા જીરુ,હિંગ,અને કાશ્મીરી લાલ મરચુ અને ઝીણા સમારલુ લસણ નાખી દાળ માં તડકો લગાવો.હવે ધાણા નાખી જીરા રાઈસ સાથે સર્વ કરો.જીરા રાઈસ બનાવાં માટૅ એક કઢાઈ માં 3 ચમચી ઘી મુકી જીરુ ઉમેરી એમા રાંધેલા બાસમતી રાઈસ ઉમેરી મિક્સ કરી લ્યો.હવે લીલા ધાણા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes