શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. જીરા રાઈસ માટે ♈️
  2. ૨ કપબાસમતી ચોખા
  3. ૧ ચમચીલીંબુનો રસ
  4. ૩ ચમચીઘી
  5. ૨ ચમચીજીરું
  6. ૧/૨ કપકોથમીર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. દાલ બાફવા માટે ♈️
  9. ૧ કપમિક્સ દાળ (તુવેર,અડદ, મગ,મસૂર)
  10. ૩ ચમચીતેલ
  11. ડુંગળી
  12. ટામેટા
  13. ૨ ચમચીઆદુ- લસણની પેસ્ટ
  14. લીલા મરચાં
  15. ૧ ચમચીલાલમરચું પાવડર
  16. ૧ ચમચીહળદર
  17. ૨ ચમચીધાણાજીરું પાવડર
  18. ૧ ચમચીગરમ મસાલો
  19. ૧/૪ કપકોથમીર
  20. મીઠું સ્વાદ મુજબ
  21. દાલ તડકા માટે ♈️
  22. ૨ ચમચીઘી
  23. ૨ ચમચીજીરું
  24. ૨ ચમચીબારીક સમારેલું લસણ
  25. સુકા લાલ મરચાં
  26. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ચોખા ધોઈને ૧/૨ કલાક પલાળી રાખો, પછી તપેલીમાં ૨ ગ્લાસ પાણી ઉકાળી તેમાં ચોખા, ઘી, મીઠું અને લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લો. ૮૦℅ જેટલા ચોખા ચડવા દો, ત્યારબાદ તેને કાણાંવાળા વાસણમાં કાઢીને તરત જ તેની ઉપર ઠંડુ પાણી રેડી દો.

  2. 2

    પછી એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું ઉમેરીને સાંતળો. પછી તેમાં ભાત અને કોથમીર નાખી હલકા હાથે હલાવી લો, જીરા રાઈસ તૈયાર છે.

  3. 3

    એક તપેલીમાં બધી દાળ ધોઈને ૧/૨ કલાક પલાળી રાખો. પછી તેને કૂકર માં દાળ, પાણી, હળદર ઉમેરીને ૪ સીટી વગાડી લો.

  4. 4

    કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આદુ-લસણની પેસ્ટ અને ડુંગળી ઉમેરીને સાંતળો. પછી ટામેટાં, મીઠું, હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો નાખી સંતાળો.

  5. 5

    મસાલામાંથી તેલ છુંટું પડે પછી તેમાં બાફેલી દાળ અને ૧ ગ્લાસ પાણી નાખી ઉકળવા દો.

  6. 6

    વઘારીયામાં ઘી ગરમ કરી તેમાં જીરું, લસણ, લાલ સુકા મરચાં, કાશ્મીરી લાલ મરચું નાખી તૈયાર કરી લો. પછી તડકાને વઘારેલી દાળમાં નાખી મિક્સ કરી લો.

  7. 7

    તો દાલ તડકા અને જીરા રાઈસ તૈયાર છે. તેને લીંબુના અથાણાં અને ડુંગળી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes