ત્રિરંગી ફ્યુઝન સેન્ડવીચ ઢોકળા(tirangi fusion sandwich dhokla in

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

કોઇ કૃત્રિમ રંગ વાપર્યા વિના, દેખાવમાં આકર્ષક અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આપણા ગુજરાતની સૌથી પ્રસિધ્ધ વાનગી,થોડાક ટ્વીસ્ટ સાથે બનાવી છે.

#વીકમીલ૩
#પોસ્ટ૩
#સ્ટીમ્ડ
#માઇઇબુક
#પોસ્ટ૧૧

ત્રિરંગી ફ્યુઝન સેન્ડવીચ ઢોકળા(tirangi fusion sandwich dhokla in

કોઇ કૃત્રિમ રંગ વાપર્યા વિના, દેખાવમાં આકર્ષક અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આપણા ગુજરાતની સૌથી પ્રસિધ્ધ વાનગી,થોડાક ટ્વીસ્ટ સાથે બનાવી છે.

#વીકમીલ૩
#પોસ્ટ૩
#સ્ટીમ્ડ
#માઇઇબુક
#પોસ્ટ૧૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ થી ૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧-૧/૨ કપ ઇડલીનું ખીરું
  2. ૧ કપઢોકળાનું ખીરું
  3. ૧/૨ કપકોથમીર-મરચાની લીલી ચટણી
  4. ૧ ટી સ્પૂનઆદું મરચાની પેસ્ટ
  5. ૧/૨ ટી સ્પૂનહળદર
  6. ૧-૧/૨ ટી ચમચી મીઠું
  7. લીલા મરચાં
  8. ૧ ટી સ્પૂનરાઇ
  9. ૧/૪ ટી સ્પૂનહીંગ
  10. ૨ ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  11. ૨ ટેબલ સ્પૂનતેલ(વઘાર માટે)
  12. ૩/૪ ટી ચમચી ખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૪૦ મિનિટ
  1. 1

    સ્ટીમર માં પાણી અને સ્ટેન્ડ મૂકી, ઉપર ઢોકળાનું થોડું ઊંડું હોય એવું મોલ્ડ, તેલ લગાવીને ગરમ થવા મૂકો.

  2. 2

    ૧ કપ ઇડલી નું ખીરું લઇ, તેમાં મીઠું અને સોડા નાખી, ખીરું ગરમ મોલ્ડ માં રેડી ૫ મિનિટ માટે ઢાંકીને સ્ટીમ થવા દો.

  3. 3

    બાકીના ૧/૨ કપ ઇડલી નાં ખીરામાં ૧/૨ કપ લીલી ચટણી નાખી, ખીરાના ભાગનું મીઠું અને સોડા નાખી મિક્સ કરો. પહેલું લેયર ચડી ગયું હોય તો, બીજું લીલું લેયર ઉમેરી દો. ફરીથી ૫ થી ૧૦ મિનિટ માટે સ્ટીમ થવા દો.

  4. 4

    હવે ઢોકળા ના ખીરામાં હળદર, આદું મરચાની પેસ્ટ, મીઠું, સોડા ઉમેરી બરાબર મિક્સ કરી, બીજું લીલું લેયર ચડી ગયું હોય તો, ત્રીજું પીળું લેયર ઉમેરી ફરી સ્ટીમ થવા દો. બીજી ૧૦ મિનિટ પછી ચેક કરી લો.

  5. 5

    થઇ જાય એટલે, રાઇ,હીંગ, મરચાનો વઘાર કરી, ઢોકળા પર ફેલાવી દો. કોથમીર થી સજાવો. ઢોકળા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes