વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#માઇઇબુક
આજે હું authentic વેજ દમ બિરયાની ની રેસિપી લાવી છુ. હૈદરાબાદી બિરયાની વર્લ્ડ ફેમસ છે. નિઝામ ના સમય માં અહી એ પ્રચલિત બની. તે સમયે બિરિયાની બનાવવા માટે સ્પેશિયલ રસોયા આવતા જે એને માટે જ વખનાંતા. એની સ્પેશિયલ હાંડી માં કોલસા પર જ એને દમ કરતા. એનો સ્વાદ દૂર દૂર સુધી ફેલાયેલો હતો.આજે આપણે અહી એના જેવી દમ કરીને કોલસા ની ધુંગર આપી એક આૈથેંતિક ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧.૫ કલાક
4 સર્વિંગ્સ
  1. મરીનેશન માટે
  2. ૧ કપફ્લાવર ના ફૂલ
  3. ૧ કપફણસી
  4. ૧ કપગાજર diced
  5. ૧/૨ કપવટાણા
  6. કેપ્સીકમ diced કટ ૧ નાનું
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. tspહળદળ ૩/૪
  9. ૨ tspલાલ મરચું
  10. ૨ નંગતજ
  11. ૫ નંગઇલાયચી
  12. ૧ tspશાહી જીરા
  13. ૧ tbspલસણ ની પેસ્ટ
  14. ૧ tbspઆદું ની પેસ્ટ
  15. ૧/૨ tspજવિત્રી નો પાઉડર
  16. ૧/૨ tspઇલાયચી પાઉડર
  17. ૨ નંગલીલાં મરચાં
  18. ૧ કપફૂદનો
  19. ૧/૨ કપદહીં
  20. ૧ કપતેલ
  21. ૧ કપડુંગળી sliced
  22. ભાત માટે
  23. ૨ કપબાસમતી ચોખા
  24. ૨ લિટરપાણી લગભગ
  25. નંગઇલાયચી ૪-૫
  26. ૨ નંગતજ
  27. મીઠું સ્વાદ અનુસાર
  28. તેલ ૧tbsp
  29. ૧ tbspઘી
  30. ૧ tbspગુલાબ જળ
  31. કેવડા ઍસેન્સ ૧/૨ ચમચી આશરે (optional)
  32. કેસર ચપટી(૨ tbsp દૂધ માં મિક્સ કરેલું)
  33. રાંધેલા ભાત નું વધેલું પાણી ૧કપ
  34. ૩ tbspતેલ
  35. ફૂદનો - મુઠ્ઠી ભર
  36. તળેલા કાંદા (બિરસ્તો) મુઠ્ઠી ભર
  37. પાણી થી બાંધેલો લોટ - ઢાંકણ seal કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૧.૫ કલાક
  1. 1

    એક બાઉલ માં મેરીનેશન ની બધી સામગ્રી (વટાણા, ડુંગળી, તેલ સિવાય) મૂકી side પર મૂકવું. લગભગ અડધો કલાક રાખવું. પેન માં તેલ ગરમ કરી ડુંગળી ને બ્રાઉન કરી લેવા. એટલે તમારો બીરસ્તો તૈયાર.એકદમ brown ક્રિસ્પ થવા દેવા. તેલ માં થી કાઢી લેવા. એ તેલ જ પાછું લેવું.

  2. 2

    ફરી થી પેન માં ૩ tbsp onion વાળુ વધેલું તેલ નાખી મરિનેશન ના બાઉલ વાલા veges અને બિરસ્ટો નાખી ૩- ૪ મિનિટ boil કરવા.. છેલ્લે વટાણા નાખવા. થોડો બિરસ્તો સાઈડ પર રહેવા દેવો.

  3. 3

    પાણી ને ગરમ કરી તેમાં ૧ tbsp તેલ,(બિરસ્તા વાળુ) ઈલાયચી, તજ, લીલું મરચું અને મીઠું ને ૫ મિનિટ ઉકાળી, હવે પલાળી ને નિતારીને લીધેલા ચોખા નાખવા. બધા તેજાના અને મરચું ને કાઢી લેવું. ગુલાબ જળ અને કેવડા ઍસેન્સ નાખવું. એકદમ થોડું નાખવું. ૧ ડ્રોપ જ.

  4. 4

    ચોખ્ખા ૭૦% ચડી જાય ત્યાં સુધી cook કરવા. ત્યાર બાદ ચોખા ને અલગ મૂકવા ને તેનું પાણી ને અલગ મૂકી રાખવું.

  5. 5

    જાડા તળિયાવાળા વાસણમાં મૂકવું. તમારી હાંડી અથવા કોઈ પણ વાસણ માં બનાવેલ શાક ને પાથરી એની ઉપર ભાત મૂકવો. બચેલું પાણી થોડું drizzle કરવું અને સાથે કેસર દૂધ, બિરાસ્તો, ફૂદનો પણ ઉપર નાખવું.૧ ચમચી ઘી નાખવું.કોલસા નો ધુંગાર આપી ઢાંકણ ઢાંકી દેવું. ૩-૪ મિની માં કાઢી લેવું.ને પાછું ઢાંકી દેવું.

  6. 6

    અંત માં ઢાંકણ ને લોટ થી seal કરી લેવું.

  7. 7

    હવે દમ બિરયાની ને ૧૨-૧૫ મિનિટ medium flame પર રાંધવું. પછી ગેસ બંધ કરી ૧૦ મિનિટ હાંડી ને રેસ્ટ આપી પછી ખોલવું. બિરયાની સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes