ખીચડી ચીઝ બોલસ (khichdi cheese balls in Gujarati)

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129

આ રેસિપિ વધેલી ખીચડી માંથી બનાવી છે, જે ખૂબ જ જલ્દી બની જાય છે, સરળ છે અને સાથે ટેસ્ટી અને કૈંક અલગ.
#weekmeal3 #વીકમિલ3
#weemeal3post4 #વીકમિલ3પોસ્ટ 4
#માઇઇબુક #માયઈબૂક
#myebookpost11 #માયઈબૂકપોસ્ટ11

ખીચડી ચીઝ બોલસ (khichdi cheese balls in Gujarati)

આ રેસિપિ વધેલી ખીચડી માંથી બનાવી છે, જે ખૂબ જ જલ્દી બની જાય છે, સરળ છે અને સાથે ટેસ્ટી અને કૈંક અલગ.
#weekmeal3 #વીકમિલ3
#weemeal3post4 #વીકમિલ3પોસ્ટ 4
#માઇઇબુક #માયઈબૂક
#myebookpost11 #માયઈબૂકપોસ્ટ11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 minute
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીવધેલી ખીચડી
  2. 1/2 વાટકીછીણેલું ચીઝ
  3. 3પાપડ શેકેલા અને ભૂક્કો કરેલા
  4. ડુંગળી, કેપ્સિકમ, છીણેલું ગાજર, આદુ લસણ (ઓપ્શનલ)
  5. મીઠું સ્વાદ મુજબ,1 ટીસ્પૂન મરચું,1/2 ટીસ્પૂન ધાણાજીરું(ઓપ્શનલ)
  6. તળવા માટે તેલ
  7. 1/4 કપકોર્ન ફલોર અને પાણી નું ખીરું (ઓપ્શનલ)
  8. સર્વ કરવા માટે
  9. આચારી મેયો ડીપ
  10. કેચ અપ
  11. ગ્રીન ચટણી
  12. આચારી મેયો ડીપ માટે
  13. 3 ચમચીમેયોનીઝ
  14. 1 ચમચીઅથાણાં નો મસાલો

રાંધવાની સૂચનાઓ

20 થી 25 minute
  1. 1

    આમાં આપણે વધેલી ખીચડી નો ઉપયોગ કરીશું. મેં અહીંયા વેજીટેબલવાળી મસાલા ખીચડી લીધી છે. તમે સાદી ખીચડી લેતા હોવ તો ઉપર મુજબ વેજીટેબલ અને મસાલા તેલ માં સાંતળો અને પછી ખીચડી માં ઉમેરો. હવે તેમાં અડધો કપ ચીઝ ઉમેરો. 3 પાપડ ને શેકીને ભૂક્કો કરી લો. ઝીણો ભૂક્કો કરવો જેથી croquettes સહેલાઇથી રગદોળી શકાય.

  2. 2

    જો તમારી ખીચડી અને ચીઝ નું મિશ્રણ સૂકું હોય તો ઉપર મુજબ કોર્ન ફ્લોર અને પાણી નું ખીરું બનાવી તેમાં ગોળા બોળી, શેકેલા પાપડ માં રગદોળી ગરમ તેલ માં તળી લો. જો ખીચડી અને ચીઝ નું મિશ્રણ સૂકું નહીં પણ થોડું moist હોય તો કોર્ન ફલોર અને પાણી ના ખીરા માં બોળવાની જરૂર નથી. સીધા ખીચડી અને ચીઝ ના મિશ્રણ ના ગોળા વાળી પાપડ na ભૂક્કા માં રગદોળી ગરમ તેલ માં તળી લો.

  3. 3

    તૈયાર છે ખીચડી ચીઝ croquettes. તેના પર શેકેલા પાપડ ના ત્રિકોણ મૂકી આચરી માયો ડીપ અથવા કેચ અપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો. 1 ચમચી અથાણાં ના મસાલા માં 3 ચમચી માયોનીઝ નાખી હલાવી આચારી મેયો ડીપ તૈયાર કરી લો. અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129
પર

Similar Recipes