મગની દાળની કચોરી(magni dal kachori recipe in Gujarati

Kinjal Shah
Kinjal Shah @cook_17759229
શેર કરો

ઘટકો

30મીનીટ
3વ્યકિત
  1. સ્ટફિંગ માટે
  2. 1કપ મગની દાળ
  3. 1ચમચી સૂકું મરચું
  4. 1ચમચી હળદર
  5. 4ચમચી વરીયાળી
  6. 1ચમચી તેલ
  7. 1ચમચી આદુ મરચાની પેસ્ટ
  8. 1ચમચી ધાણા જીરું પાઉડર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. કચોરી નો લોટ
  11. 4ચમચા મૈદો
  12. 4ચમચી ઘી
  13. 2ચમચી મીઠું
  14. તેલ તરવા માટે

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    મગની દાળને પાંચ થી છ કલાક પલાળો. કાણાવાળ વાડકામાં નીતારો.પછી મિક્સરમાં અધકચરી વાટો એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ સાતંડો. પછી તેમાં હળદર,મરચું, ધાણાજીરું પાઉડર, વરીયાળી તથા મગની દાળ ઉમેરી હલાવો. દાળનો બધું જ પાણી ઉડી જવું જોઈએ ત્યાં સુધી ગેસ પર ચડાવો. તૈયાર છે મગની દાળની કચોરી નો સ્ટફીગ.

  2. 2

    મેંદાના લોટમાં મીઠું તથા ઘીનું મોણ નાખી પાણી વડે નરમ લોટ બાંધો. લોટને પંદરથી વીસ મિનિટ ઢાંકીને રહેવા દો. લોટ માંથી નાના લુવા બનાવી પૂરી વણો. પુરીમાં અંદર મગની દાળનું સ્ટફીગ ભરી ફરીથી જાડી પૂરી વણો.

  3. 3

    શરૂઆતમાં હાઈ ફ્રેમ ગેસ પર મગની દાળની કચોરી ને તરો. કચોરી ફૂલે એટલે તેને ધીમા ગૅસે ક્રિસ્પી થાય એવી તરો. રેડી છે ગરમા ગરમ મગની દાળની કચોરી જેને તમે ચટણી સાથે સર્વ કરી ને કહી શકો છો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Shah
Kinjal Shah @cook_17759229
પર

ટિપ્પણીઓ

Similar Recipes