રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

1 1/2 કલાક
4 વ્યકિત
  1. 2 કપચોખા
  2. 1 કપચણા ની દાળ
  3. 2 ચમચીઅડદ ની દાળ
  4. 2 ચમચીમગ ની દાળ
  5. 2 ચમચીતુવેર ની દાળ
  6. જરૂર મુજબ દહીં
  7. 1નાની દૂઘી
  8. 1 નંગગાજર
  9. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. 1 ચમચીલસણની પેસ્ટ
  11. 2 ચમચીગોળ
  12. 1 ચમચીઅથાણા નો રસો
  13. 2 ચમચીઘઉંનો જાડો લોટ
  14. 1 ચમચીહળદર
  15. 1 ચમચીલાલ મરચું પાઉડર
  16. 1 ચમચીધાણાજીરું પાઉડર
  17. 1 ચમચીગરમ મસાલો
  18. કોથમીર
  19. મીઠું સ્વાદપ્રમાણે
  20. ખાવાના સોડા
  21. વઘાર માટે
  22. 2 ચમચીરાઈ
  23. 2 ચમચીતલ
  24. 1/2 ચમચીહીંગ
  25. મીઠા લીમડાના પાન
  26. 1 ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 1/2 કલાક
  1. 1

    દાળ અને ચોખાને બે થી ત્રણ વાર પાણીની મદદથી ધોઈને પાંચ- છ કલાક માટે પલાળી રાખો.ત્યારબાદ બધી પલાળેલ દાળ અને ચોખાને મીક્ષરમાં દહીં નાખીને ક્રશ કરી લો. ત્યારબાદ તેને છ થી સાત કલાક માટે આથો લાવવા માટે મૂકવું. પછી દુધી ગાજર ને છીણી લો.હવે હાંડવાના ખીરામાં ઉમેરી લો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ,હળદર,મીઠું, ઘઉંનો જાડો લોટ,કોથમીર, થોડો ગોળ ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો, અથાણાનો રસો, હળદર, લસણ નાખીને બરાબર મિક્ષ કરી લો.,

  2. 2

    હવે એક તપેલીમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, મીઠો લીમડાના પાન, અને લાલ મરચું પાઉડર નાખીને વઘાર કરો પછી આ વઘાર ને ખીરામાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. અને ૪૦ થી ૪૫ મિનિટ માટે તેને ઢાંકી ને ને મૂકી દો.હવે કૂકર તેલથી ગ્રીસ કરી ને રેતી ઉપર ગરમ કરવા મૂકો અને પછી ખીરામાં સોડા ઉમેરીને બરાબર એક બાજુ મિક્સ કરીને હાંડવાના કુકરમાં નાખો.

  3. 3

    ફરી તેલ ગરમ કરવા મુકો અને તેમાં રાઈ, હિંગ, તલ, મીઠા લીમડાનો વઘાર કરો અને આ વઘાર ખીરાની ઉપર રેડો અને ઢાંકીને 15 મિનિટ ફાસ્ટ ગેસ ઉપર અને 30 મિનિટ એકદમ ધીમા ગેસ ઉપર હાંડવો ચડવા દો. ત્યાર પછી ચપ્પાની મદદથી ચેક કરી લો જો હાંડવો ચપ્પા પર ચોંટે નહીં તો હાંડવો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Sangita Shailesh Hirpara
પર

Similar Recipes