#બેસન ના ગટ્ટા નું શાક(besan gatta nu saak recipe in Gujarati)

Jyotika Rajvanshi
Jyotika Rajvanshi @cook_18768800
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. સ્વાદ મુજબ મીઠું
  3. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૨ ચમચીતેલ
  5. 1 ચમચીખાવાનો સોડા
  6. મુજબ પાણી લોટ બાાંધવા માટે
  7. ૧ લિટરપાણી ગટ્ટા બાફવા માટે
  8. 1 (1 ચમચી)ચમચી રાઈ જીરું
  9. ૧/૪ ચમચીહળદર પાઉડર
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. 1 કપદહીં
  12. 2સમારેલા લીલાં મરચાં
  13. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટમાં મીઠું, લાલ મરચું,તેલ અને ખાવાનો સોડા મિક્સ કરી થોડાં પાણી થી ખૂબ કડક લોટ બાંધવો

  2. 2
  3. 3

    લોટમાંથી આંગળી જેટલા લાંબા રોલ બનાવી એક લીટર ઉકળતા પાણીમાં નાખી દસ મિનિટ સુધી બાફો

  4. 4

    બાફતી વખતે વાસણને ઢાંકીને રાખો,દસ મિનિટ બાદ ગેસ બંધ કરી દો અને ગટ્ટા ને ઠંડા થવા દો

  5. 5

    ઠંડા થઈ જાય પછી તેના ગોળ ગોળ ટુકડા કરો ત્યારબાદ તેલ ગરમ કરી રાઈ જીરું નો વઘાર કરો

  6. 6

    તતડે એટલે મીઠું, હળદર,લાલ મરચું પાઉડર ઉમેરીને શેકો

  7. 7

    ત્યારબાદ ગટ્ટા ઉમેરો સાથે ગટ્ટા બાફેલું પાણી પણ ઉમેરી દો અને મિક્સ કરીને એક ઉભરો આવવા દો

  8. 8

    પછી ઢાંકણ ઢાંકી દસ મિનિટ કુક થવા દો, ઢાંકણ ખોલી થોડું ઠંડું પડે પછી તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્સ કરો

  9. 9

    ત્યારબાદ લીલાં મરચાં અને કોથમીર થી ગાર્નિશ કરીને ગરમા ગરમ પૂરી, પરોઠાં કે રોટલી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotika Rajvanshi
Jyotika Rajvanshi @cook_18768800
પર

Similar Recipes