ઘટકો

2 વ્યક્તિ
  1. ગ્રેવી માટે:
  2. 10-15કાજુ
  3. 2 ટે સ્પૂનમગજતરી
  4. 1/2 કપપાણી
  5. 1 ટે સ્પૂનતેલ
  6. 1 કપટામેટાં ના પીસ
  7. 1/2 કપબારીક સમારેલી ડુંગળી
  8. 2ઈલાયચી
  9. 3-4લવીંગ
  10. 1તમાલપત્ર
  11. 4-5મરી
  12. 1 ટે સ્પૂનઆદું લસણની પેસ્ટ સાંતળો
  13. 1 ટી સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  14. 1 ટે સ્પૂનધાણાજરુ પાઉડર
  15. 1 ટી સ્પૂનગરમ મસાલો
  16. 1/2 ટી.સ્પૂનહળદર
  17. 1/2 ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  18. 2 ટે સ્પૂનબારીક સમારેલી કોથમીર
  19. 200 ગ્રામપનીર ના મોટા ટુકડા
  20. 1 ટે સ્પૂનબટર
  21. 1/2 ટી.સ્પૂનખાંડ
  22. 1/4 ટી.સ્પૂનકસુરી મેથી
  23. 2 ટે સ્પૂનતાજી ક્રીમ અથવા મલાઈ
  24. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તો એક તપેલીમાં કાજુ,મગજતરી અને પાણી લઈને ગરમ કરી લો. ઠંડું થાય એટલે તેની પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે એક પેનમાં તેલ મુકી ગરમ થાય એટલે તેમા લવીંગ,ઈલાયચી,તમાલપત્ર,મરી ઉમેરી ડુંગળી ઉમેરો તેમા ચપટી મીઠું નાખી સાંતળો તેમા આદું લસણની પેસ્ટ ઉમેરી સાંતળો.પછી તે સહેજ ગુલાબી થાય એટલે તેમાં ટમેટાં ઉમેરો

  3. 3

    હવે તેમા ધાણાજરુ પાઉડર,લાલ મરચું,હળદર,ગરમ મસાલો, અને 1 ટે ચમચી કોથમીર નાખી બરાબર મીક્ષ કરી લઈ તેમા કાજુની પેસ્ટ ઉમેરી સાંતળો.પછી આ મિશ્રણ ને ઠંડું થાય એટલે તેને મિક્સરમાં પીસી પેસ્ટ બનાવી લો.

  4. 4

    હવે એક પેનમાં બટર મુકી ઓગળે એટલે તેમા 1/4 ટી.ચમચી લાલ મરચું પાઉડર ઉમેરી પનીર ના ટુકડા ઉમેરી 1/4 કપ પાણી ઉમેરો.પછીતેમાં બનાવેલી પેસ્ટ ને સૂપની ગારણીથી ગાળી લઈને ઉમેરો એમાં,ક્સૂરી મેથી,ખાંડ,સ્વાદ મુજબ મીઠું અને ક્રીમ ઉમેરી સતત હલાવતા રહો.

  5. 5

    હવે સરવીન્ગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર ભભરાવીને સજાવી ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
પર
કુવૈત
મને રસોઈ કરવાનો,ખાવાનો અને ખવડાવા નો શોખ છે,અહીં ઘણી કોમ્પીટીશન માં ભાગ લીધો છે. અને જીતી પણ છું અને જ્જ તરીકે પણ આર્ટ ફૅશન અને રસોઈ ની અલગ અલગ કેટેગરી માટે નિર્ણાયક તરીકે નિમંત્રીત કરે છે. આ મારા શોખ થી પ્રેરિત થઈ.મેં culinary diploma કરી professional degree મેળવી છે.
વધુ વાંચો

Similar Recipes