અળવીના પાન ના પાત્રા (Alavi na pan na Patara recipe in Gujarati)

Mital Chag
Mital Chag @mitalchag68
શેર કરો

ઘટકો

  1. દસથી બાર અળવીના પાન
  2. ૨૫૦ ગ્રામ ચણા નો લોટ
  3. ચપટીહિંગ
  4. ચપટીહળદર
  5. 1 ચમચીલાલ મરચુ
  6. 1 ચમચીખાંડ
  7. 1 ચમચીલીંબુ નો રસ
  8. સ્વાદાનુસાર મીઠું
  9. જરૂર મુજબ પાણી
  10. વઘાર માટે
  11. 1/2વાટકી તેલ
  12. 1 ચમચીસફેદ તલ
  13. 1 ચમચીરાઈ
  14. ૨-૩ પણ લીમડા ના
  15. 1સૂકું લાલ મરચુ
  16. ચપટીજીરું
  17. 1 ચમચીલાલ મરચુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અળવી પાન ને નસ કાઢી પાણી થી બરાબર ધોવા.ત્યારપછી તેને કોરા કપડાં થી સાફ કરવા.એક વાસણ માં ચણા નો લોટ લઇ તેમાં લાલ મરચુ,મીઠું,હળદર,ખાંડ,લીંબુ નાખીવું.

  2. 2

    ત્યારબાદ બધું મિક્સ કરી લોટ તૈયાર કરવો હવે અળવીના પાન ઉપર લોટ રાખી તેની પર બીજું પાન મૂકી ફરીથી લોટ નાખી ફરી તેની ઉપર પાન મૂકી રોલ વાડી રોલ તૈયાર કરવા.

  3. 3

    રોલ થઈ ગયા પછી ઢોકળિયામાં પાણી લઈ તેમાં બધા રોલ મૂકી અને બાફવા બફાઈ ગયા પછી તેને છરીથી નાના નાના પીસ કરવા

  4. 4

    એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ-જીરું હિંગ સફેદ લાલ સૂકા મરચાં લાલ લાલ મરચાનો વઘાર કરી પાત્રા ઉપર રેડી દેવો ત્યાર પછી કચ્છ મારી નાખી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Chag
Mital Chag @mitalchag68
પર

Similar Recipes