શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામપરવળ
  2. 2 ચમચીતેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧ ચમચીહળદર
  5. ૨ ચમચીધાણાજીરું
  6. ૨ ચમચીલીલા મરચાં ના ટુકડા
  7. 200 ગ્રામપનીર છીણેલું
  8. ૪ ચમચીલીલી કોથમીર, સમારેલી
  9. ૧ ચમચીજીરું
  10. ૧ ચમચીતલ
  11. ૧ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    પરવળ ને બરાબર ધોઈ લો અને તેની છાલ ઉતારી લો

  2. 2

    હવે પરવળ માં એક બાજુ થી ઉભો ચીરો પાડો અને તેમાંથી બીયા કાઢી લો

  3. 3

    એક વાસણ માં પાણી ગરમ થાય પછી પરવળ ને ઉમેરી થોડી વાર રહેવા દો. ૨ થી 3 મિનિટ જ રાખવા. પછી એક વાસણ માં કાઢી લેવા.

  4. 4

    એક વાસણ માં પનીર, હળદર, લીલા મરચાં ના ટુકડા, ધાણાજીરું, ખાંડ,લીલું નારિયેળ, લીલી કોથમીર, મીઠું અને મીક્ષ કરો અને મસાલો તૈયાર કરી લો

  5. 5

    આ મસાલા ને થોડો થોડો પરવળ માં ભરી લો (પરવળ ને આખા દબાવી ને ભરવા નહિ થોડાક જ ભરવા) અને અચેલો મસાલો એક બાજુ મૂકી દો

  6. 6

    એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં જીરું, તલ, હળદર ઉમેરી ભરેલા પરવળ ઉમેરો

  7. 7

    કઢાઈ ને ઢાંકી દો અને પરવળ ને ૧૦ - ૧૫ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી પરવળ બધી બાજુ બરાબર શેકાય જાય

  8. 8

    ગેસ બંધ કરી દો અને કોથમીર ઉમેરી પરવળ નું શાક સર્વ કરવાના બાઉલ માં કાઢી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harshida parmar
Harshida parmar @cook_25101851
પર

Similar Recipes