પાઈનેપલ કેક(pineapple cake recipe in gujarati)

Sonal kotak
Sonal kotak @cook_22001641

#માઇઇબુક#પોસ્ટ ૨૬

પાઈનેપલ કેક(pineapple cake recipe in gujarati)

#માઇઇબુક#પોસ્ટ ૨૬

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. પેકેટ મોટા મેરીગોલ્ડ બિસ્કીટ
  2. પેકેટ ઇનો
  3. ૧ કપદૂધ
  4. ૧ ચમચીતેલ
  5. ૧૦૦ ગ્રામ દળેલી ખાંડ
  6. ૩-૪ ટીપાં વેનીલા એસન્સ
  7. ૧/૪ ચમચીવિનેગર
  8. થોડાચોકલેટ સ્પ્રિકલ
  9. વેનિલા ક્રિમ
  10. પાઈનેપલ ક્રિમ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ બિસ્કીટ ને મિક્ષ્ચરમાં ક્રશ કરી ઝીણી ચાળણી થી ચાળી લો.એકદમ‌ બારીક ભૂકો કરી તેમાં દળેલી ખાંડ, દૂધ અને તેલ નાખી હલાવી લો.મિશ્રણ ને ૧૫ મીનીટ સુધી રેસ્ટ આપો.

  2. 2

    પછી તેમાં વેનિલા એસન્સ અને વિનેગર મિક્સ કરી લો.છેલ્લે ઇનો નું પેકેટ નાખી એક જ સાઇડ ખૂબ હલાવો.પાચેક મીનીટ હલાવી તેને ઓવન માં અથવા કઢાઈમાં મીઠું નાખી સ્ટેન્ડ મૂકી ઉપર ગ્રીસ કરેલા કેક ટીન માં બેક કરો.

  3. 3

    કઢાઈમાં કરો તો ઇનો મિક્સ કરો તે પહેલાં ગરમ થવા મૂકો.૨૫-૩૦ મીનીટ પછી ચપ્પુ નાખી ચેક કરો.ચોટે નહીં તો કેક રેડી છે.

  4. 4

    હવે તેને કરવા દો.સાવ ઠરે પછી અનમોલ્ડ કરી બન્ને ફ્લેવર્સ ના ક્રિમ અને ચોકલેટ સ્પ્રિકલ થી‌ ગાર્નિશ કરો.તો રેડી છે આપણી પાઈનેપલ કેક.

  5. 5

    મેંદા માંથી પણ બનાવી શકાય છે.પણ તેમાં ઇનો ની‌ જગ્યાએ‌ 1/2ચમચી બેકિંગ સોડા અને 1/2ચમચી બેકિંગ પાઉડર યુઝ કરવાથી વધુ સ્પોન્જી થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal kotak
Sonal kotak @cook_22001641
પર

Similar Recipes