ઇન્સ્ટન્ટ ઈડલી સાંભાર(idli sambhar recipe in Gujarati)

#માઇઇબુક
# સુપર શેફ-૩
# મોન્સુન સ્પેશ્યલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રવો, દહીં અને સ્વાદ પ્રમાણે મીઠું બધું મિક્સ કરી લો પાણી બિલકુલ નાખવાનું નથી સરસ રીતે હલાવી આ બેટર ને 30 મિનિટ સુધી ઢાંકીને અલગથી મુકી રાખો.
- 2
હવે તુવેર દાળ ૨- ૩ પાણીથી ધોઈ ને કુકરમાં હળદર અને મીઠું નાખી અને ત્રણ કપ પાણી નાખી ૩ સીટીઆવે ત્યાં સુધી બફાવા મૂકો.
- 3
હવે એક બીજા પેનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા, ટામેટાં, બટાકા ત્રણે-ત્રણ વસ્તુને સાંતળો. પાંચથી સાત મિનિટ સુધી થવા દો.
- 4
પાંચથી સાત મિનિટ સુધી પછી તેની અંદર સાંભાર મસાલો મિક્સ કરો.
- 5
હવે તેની અંદર લાલ મરચું પાઉડર અને થોડું મીઠું નાખી ઢાંકી થવા દો.
- 6
હવે શાક ચડી જાય એટલે તેમાં બાફેલી તુવેરની દાળ ક્રશ કરી ઉમેરો હવે બધું સરસ રીતે મિક્સ કરી તેમાં આંબલીનો પલ્પ નાખો.
- 7
હવે થોડો ગોળ નાખો અને પાંચથી સાત મિનિટ સુધી સાંભર ને ઉકળવા દો.
- 8
હવે સાંભાર માં વઘાર માટે એક વઘારિયા માં 2 tbsp તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડી જાય એટલે તેમાં હિંગ નાખો હવે આ વઘારને સાંભાર ઉપર રેડો.
- 9
હવે આપણું ઈડલી નુ ખીરુ 30 મિનિટ સુધીમાં તૈયાર થઈ ગયું હશે. તો એમાં જરૂરિયાત પ્રમાણે પાણી રેડી બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં તેવું ખીરું તૈયાર કરો. હવે ઇડલીના મોલ્ડમાં તેલ ગ્રીસ કરી ઇડલીનું બેટર ભરો.
- 10
હવે 10 મિનિટ ઈડલી ને ઈડલીના કૂકરમાં બાફવા મૂકો. દસ મિનિટ થઈ જાય એટલે ઇડલી ની અંદર ચપ્પુ નાખીને ચેક કરો ચપ્પુ કોરુ આવે તો તમારી ઈડલી તૈયાર થઈ ગઈ છે.
- 11
તો વરસાદની સિઝનમાં નાના બાળકોને ભાવતા અને ગરમાગરમ એકદમ ઝડપથી બની જતા ઇડલી સંભાર ની મજા માણો.
Similar Recipes
-
-
-
-
🌧️🌧️પંજાબી સમોસા(punjabi samosa recipe in gujarati)
# માઇઇબુક# સુપર શેફ-૩# મોન્સુન સ્પેશ્યલ Krupa Vaidya -
-
-
-
સાંભાર (Sambhar recipe in Gujarati)
સાંભાર ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત દક્ષિણ ગુજરાતની ડીશ છે જે ડોસા, ઈડલી, ઉત્તપમ, મેંદુ વડા અથવા તો પ્લેન રાઈસ સાથે પીરસવામાં આવે છે. સાંભાર તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આમલી અને સાંભાર મસાલો આવે ડીશ ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે અને સરસ ફ્લેવર આપે છે.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
-
સાંભાર સદમ (Sambhar Sadam recipe in gujrati)
#ભાતસંભાર રાઈસ કે સંભાર સદમ એ દક્ષિણ ભારતીય વાનગી છે. આ એક વન પોટ મિલ કહી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
સાંભાર દાળ (Sambhar Dal Recipe In Gujarati)
#DRતુવેર દાળ માંથી વિવિધ પ્રકારની પ્રકારની દાળ બનેછે, પણ ઢોંસા, ઇડલી, ઉત્તપમ સાથે ખવાતી સંભાર દાળ ખુબ ટેસ્ટી લાગે છે Pinal Patel -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaકેરલા ફેમસ ઈડલી સંભાર.... Ankita Tank Parmar -
-
More Recipes
ટિપ્પણીઓ (3)