મિલેટ રાગી રાબ(Milet Ragi raab recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#સુપરશેફ3
#મોન્સૂન_સ્પેશિયલ
#week3
#વેસ્ટ
#ગુજરાત
#કાઠિયાવાડ
પોસ્ટ - 20
બાજરી અને રાગી માં ભરપૂર કેલ્શિયમ હોય છે ....અને મોન્સૂન ની સવારમાં ગરમાગરમ રાબ બનાવીને પીરસવામાં આવે તો જલસો પડી જાય....અને રાબમાં મેં ડ્રાયફ્રુટ પાઉડર...સુંઠ અને તજ પાઉડર ઉમેર્યા છે તેના લીધે હેલ્ધી...ટેસ્ટી અને પૌષ્ટિક બની છે...બાળકો તેમજ મોટા સૌ માણી શકે છે...👍

મિલેટ રાગી રાબ(Milet Ragi raab recipe in Gujarati)

#સુપરશેફ3
#મોન્સૂન_સ્પેશિયલ
#week3
#વેસ્ટ
#ગુજરાત
#કાઠિયાવાડ
પોસ્ટ - 20
બાજરી અને રાગી માં ભરપૂર કેલ્શિયમ હોય છે ....અને મોન્સૂન ની સવારમાં ગરમાગરમ રાબ બનાવીને પીરસવામાં આવે તો જલસો પડી જાય....અને રાબમાં મેં ડ્રાયફ્રુટ પાઉડર...સુંઠ અને તજ પાઉડર ઉમેર્યા છે તેના લીધે હેલ્ધી...ટેસ્ટી અને પૌષ્ટિક બની છે...બાળકો તેમજ મોટા સૌ માણી શકે છે...👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
5 વ્યક્તિ
  1. 1/2 કપબાજરી નો લોટ
  2. 1/2 કપરાગીનો લોટ
  3. 1-1/2 કટોરીદેશી ગોળ
  4. 1-1/2 લિટરપાણી
  5. 4ચમચા ઘી
  6. 1 ચમચીસુંઠ પાઉડર
  7. 1 ચમચીતજ પાઉડર
  8. 1/4 કપડ્રાયફ્રુટ પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં દોઢ લીટર જેટલું પાણી મૂકી તેમાં 1-1/2 કપ જેટલો ગોળ ઉમેરી ઉકળવા મુકો....ગોળનું પ્રમાણ પોતાના સ્વાદ મુજબ લઈ શકો છો....

  2. 2

    હવે એક પેનમાં અથવા કડાઈ માં ઘી મુકો.....સહેજ ગરમ થાય એટલે બાજરી અને રાગીનો લોટ સરખા ભાગે લઈને એકદમ સ્લો ફ્લેમ પર પાંચ થી સાત મિનિટ શેકો...ગેસ બંધ કરી ને પછી પણ બે મિનિટ માટે હલાવો....

  3. 3

    હવે બન્ને લોટ શેકાઈ ગયા છે એટલે તેમાં ગોળ નું ગરમ કરેલું પાણી ગરણી વડે ગાળીને ઉમેરો....હલાવતા રહો જેથી ગાંઠા ના પડે....જરૂર લાગે તો બ્લેન્ડર કરી શકો...કાજુ,બદામ અને અખરોટ ક્રશ કરી લો...

  4. 4

    ગોળનું પાણી ઉમેર્યા બાદ પાંચ મિનિટ ઉકાળી ને ગેસ બંધ કરો....તો તૈયાર છે મોન્સૂન સ્પેશિયલ ગરમાગરમ રાબ...તેમાં એક ચમચી સુંઠ પાઉડર...એક ચમચી તજ પાઉડર અને ત્રણ ચમચા ડ્રાયફ્રુટ પાઉડર ઉમેરી સર્વ કરો....મેં કાજુ, બદામ, અને અખરોટ ને ક્રશ કરીને લીધા છે તમે મનપસંદ લઈ શકો...તો ગરમાગરમ કેલ્શિયમ રીચ રાબ નો સ્વાદ માણો...👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes