સમોસા (samosa recipe in gujarati)

Gaurav Patel
Gaurav Patel @cook_24885798
Junagadh

સમોસા, આ નાસ્તાને કોઈ ઓળખ આપવાની પણ જરૂર છે? ભારતમાં રોડસાઈડ મળતો સૌથી લોકપ્રિય નાસ્તો છે સમોસા. આખા દેશમાં લોકપ્રિય સમોસા તમને બેકરી, રેસ્ટોરાં કે પછી ચાની દુકાને પણ મળી જશે. કેટલાક લોકોને એકલા સમોસા ભાવતા હોય છે તો કેટલાંક તેને ચટપટી ચટણી સાથે ખાવાનું પસંદ કરતા હોય છે. જો તમે ઘરે પણ પરફેક્ટ સમોસા બનાવવા માંગતા હોવ તો આ રેસિપી નોંધી લો, એકદમ માર્કેટ જેવા જ ટેસ્ટી સમોસા બનશે.

સમોસા (samosa recipe in gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

સમોસા, આ નાસ્તાને કોઈ ઓળખ આપવાની પણ જરૂર છે? ભારતમાં રોડસાઈડ મળતો સૌથી લોકપ્રિય નાસ્તો છે સમોસા. આખા દેશમાં લોકપ્રિય સમોસા તમને બેકરી, રેસ્ટોરાં કે પછી ચાની દુકાને પણ મળી જશે. કેટલાક લોકોને એકલા સમોસા ભાવતા હોય છે તો કેટલાંક તેને ચટપટી ચટણી સાથે ખાવાનું પસંદ કરતા હોય છે. જો તમે ઘરે પણ પરફેક્ટ સમોસા બનાવવા માંગતા હોવ તો આ રેસિપી નોંધી લો, એકદમ માર્કેટ જેવા જ ટેસ્ટી સમોસા બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
સમોસા
  1. 1/3 કપ મેંદોઅડધી ચમચી
  2. પીગાળેલુ ઘીચપટી અજમોસ્વાદાનુસાર નમક
  3. સમોસાના પડ માટેનો લોટ બાંધવા માટે નીચે મુજબની સામગ્રી જોઈશેઃ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    લોટ બાંધવાની રીતઃ
    લોટ, ઘીમાં અજમો નાંખી બરાબર મિક્સ કરો. ત્યાર પછી પૂરતુ પાણી લઈને કડક લોટ બાંધો. આ લોટને ડિશ કે પછી ભીના મુલાયમ કપડાથી ઢાંકી દો અને સાઈડમાં 10થી 15 મિનિટ રહેવા દો.

  2. 2

    સ્ટફ માટે સામગ્રીઃ
    પોણો કપ બાફેલા અને છોલેલા બટેટાના ટુકડા1/3 કપ બાફેલા લીલા વટાણા1 મોટી ચમચી તેલઅડધી ચમચી જીરુચપટી હીંગદોઢ ચમચી આદુ-મરચાની પેસ્ટઅડધી ચમચી ગરમ મસાલોપા ચમચી આમચુર પાવડરપા ચમચી ધાણા1 મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીરતળવા માટે તેલ

  3. 3

    સ્ટફ માટેઃ
    એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરુ ઉમેરો. જીરુ તતડે એટલે હીંગ અને આદુ મરચાની પેસ્ટ નાંખી મીડિયમ ગેસ પર થોડી વાર સંતળાવા દો. ત્યાર પછી તેમાં બાફેલા વટાણા અને બટેટા ઉમેરી ચમચીના પાછળના ભાગથી મસળીને માવો બનાવો.

  4. 4

    મસાલો કરવાની રીતઃ
    બટેટા અને વટાણાનો માવો બની જાય એટલે તેમાં ગરમ મસાલો, આમચૂર, ધાણા, નમક નાંખી બરાબર મિક્સ કરો અને મીડિયમ આંચ પર તેને 2 મિનિટ સુધી ચડવા દો. આ દરમિયાન સતત માવો હલાવતા રહો. ત્યાર પછી તેમાં કોથમીર ઉમેરી બીજી એક મિનિટ માટે હલાવો અને પછી ગેસ બંધ કરી દો. પૂરણ ઠંડુ થાય એટલે તેને ચાર સરખા ભાગમાં વિભાજીત કરી દો.

  5. 5

    આ રીતે વણો સમોસાનું પડઃ
    સમોસાનો લોટ સ્મૂધ થાય ત્યાં સુધી તેને મસળો. ત્યાર પછી તેને બે સરખા ભાગમાં વિભાજીત કરી દો. દરેક ભાગનો ગોળો વાળીને મોટી રોટલી વણી લો. આ રોટલીને ચપ્પુની મદદથી વચ્ચેથી એકસરખા ભાગમાં કાપી લો.

  6. 6

    રોટલીના અર્ધગોળાકાર ભાગના બે છેડા બનાવી કોન જેવો આકાર તૈાર કરો. તેમાં સમોસાનું સ્ટફ ભરો અને પછી થોડુ પાણી લઈને તેના છેડા ચોંટાડી દો. આ રીતે એક પછી એક સમોસા વણતા જાવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gaurav Patel
Gaurav Patel @cook_24885798
પર
Junagadh
pizza 🍕. gulabajambu.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes