લીટ્ટી ચોખા(Litti chokha recipe in gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#ઈસ્ટ_ઈન્ડિયા
#week1
બિહાર-ઝારખંડ
પોસ્ટ -1
આ વાનગી બિહાર રાજ્ય માં પ્રખ્યાત છે અને તેમાંથી જ છૂટુ પડેલ ઝારખંડ માં પણ લગભગ એક સરખી જ વાનગીઓ બને છે....થોડો મસાલામાં તફાવત હોય છે...ઘઉંના લોટ થી બનતી લીટ્ટી માં સતુ નું (ભૂંજેલા ચણા નો દળેલોપાવડર) મસાલેદાર સ્ટફિંગ ભરીને ચૂલામાં શેકીને બનાવાય છે અને પછી ધીમે ધીમે ગેસ પર અને ઓવન માં બનવા લાગી...તેની સાથે ચટણી કે સબ્જી જેવું બને છે તેને "ચોખા" કહેવામાં આવે છે જે ટામેટા રોસ્ટ કરીને બનાવાય છે સતુ ને લીધે કેલ્શિયમ અને પ્રોટીન રીચ બને છે.....

લીટ્ટી ચોખા(Litti chokha recipe in gujarati)

#ઈસ્ટ_ઈન્ડિયા
#week1
બિહાર-ઝારખંડ
પોસ્ટ -1
આ વાનગી બિહાર રાજ્ય માં પ્રખ્યાત છે અને તેમાંથી જ છૂટુ પડેલ ઝારખંડ માં પણ લગભગ એક સરખી જ વાનગીઓ બને છે....થોડો મસાલામાં તફાવત હોય છે...ઘઉંના લોટ થી બનતી લીટ્ટી માં સતુ નું (ભૂંજેલા ચણા નો દળેલોપાવડર) મસાલેદાર સ્ટફિંગ ભરીને ચૂલામાં શેકીને બનાવાય છે અને પછી ધીમે ધીમે ગેસ પર અને ઓવન માં બનવા લાગી...તેની સાથે ચટણી કે સબ્જી જેવું બને છે તેને "ચોખા" કહેવામાં આવે છે જે ટામેટા રોસ્ટ કરીને બનાવાય છે સતુ ને લીધે કેલ્શિયમ અને પ્રોટીન રીચ બને છે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 વ્યક્તિ
  1. 2 કપઘઉંનો લોટ
  2. 1 કપમેંદો
  3. 3ચમચા ઘી મ્હોણ માટે
  4. 1 ચમચીઅજમો
  5. 1 ચમચીબેકિંગ સોડા
  6. મીઠું જરૂર મુજબ
  7. તેલ શેલો ફ્રાય કરવા
  8. સ્ટફિંગ:-
  9. 1 કપસતુ (ભૂંજેલા ચણા નો લોટ)
  10. 3 ચમચીખાતા અથાણાં નું તેલ
  11. 1 ચમચીલીંબુનો રસ
  12. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  13. 1 ચમચીક્રશ કરેલું લસણ
  14. 1/2 કપસમારેલી કોથમીર
  15. 3 ચમચીતેલ
  16. ચપટીક્લોન્જી
  17. મીઠું જરૂર મુજબ
  18. ચોખા માટે:-
  19. 4 નંગબાફીને સ્મેશ કરેલા બટાકા
  20. 3મોટા ટામેટા રોસ્ટ કરેલા
  21. 2ડુંગળી ચોપ કરેલી
  22. 5-6લસણ ની કળી ચોપ કરેલી
  23. 1 ચમચીઆદુનું છીણ
  24. 1 ચમચીલાલમરચું
  25. 1 ચમચીલીંબુનો રસ
  26. 1/2 કપકોથમીર
  27. 2 ચમચીઅથાણાં નું તેલ
  28. 2 ચમચીશીંગતેલ/સરસીયું
  29. મીઠું જરૂર મુજબ
  30. સર્વ કરવા:-
  31. સલાડ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ઘઉં અને મેંદાના લોટમાં બેકિંગ સોડા નાખી એક બાઉલમાં ચાળી લો. તેમાં મીઠું...અજમો...ઘીનું મ્હોણ નાખી લોટ મિક્સ કરી લો....હવે પાણી ઉમેરતા જઈ ભાખરી જેવો લોટ બાંધી લો...15 થી 20 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો....

  2. 2

    ત્યાં સુધી સ્ટફિંગ ની તૈયારી કરો અને 3 નંગ ટામેટા ને ગેસ પર જાળી કે ચારણી મૂકી રોસ્ટ કરી લો....આપણે સ્ટફિંગ માટે સતુ લેવાનું છે જો સતુ ન મળી શકે તો ભૂંજેલા ચણા ને મિક્સર જાર માં દળી લો એટલે સતુ પાઉડર તૈયાર થઈ જશે.

  3. 3

    સતુ માં ક્રશ કરેલા આદુ, મરચા,લસણ ઉમેરો....ખાટા અથાણાં નું તેલ, લીંબુનો રસ, કોથમીર અને જરૂર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરો...જરૂર પડે તો બે ચમચી પાણી ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો....

  4. 4

    હવે બાફેલા બટાકા રોસ્ટ કરીને છાલ કાઢેલા ટામેટા...ચોપ કરેલ ડુંગળી...લસણ...આદુ..લીંબુનો રસ...ખાટા અથાણાં નું તેલ કાચું સરસીયું અથવા શીંગતેલ.. લાલમરચું પાઉડર અને જરૂર મુજબ મીઠું ઉમેરી "ચોખા" તૈયાર કરો...

  5. 5

    ખાસ ધ્યાન રહે કે આ "ચોખા" ને વધારવાના નથી...સ્મેશ કરીને ઉપરથી મસાલા કરવાના છે અને કાચું તેલ નાખવાનું છે...બિહારમાં સરસિયું નાખવામાં આવે છે મેં શીંગતેલ નાખ્યું છે...

  6. 6

    હવે આપણે જે લોટ બાંધેલો તે તૈયાર થઈ ગયો હશે એટલે ઘી વાળો હાથ કરી બરાબર ટૂપી લેવો અને પરોઠા જેવા લુવા કરવા....લુવાને હાથે થી વાટકી જેવો શેપ આપી ને જે સ્ટફિંગ તૈયાત કર્યું છે તે બે ચમચી જેટલું વચ્ચે મૂકી દબાવી અને કચોરીની જેમ વાળીને ગોળા નો શેપ આપવાનો છે....આ રીતે બધા લુવામાં સ્ટફિંગ ભરી ગોળા તૈયાર કરો....

  7. 7

    ગોળા તૈયાર થઈ જાય એટલે એક નોનસ્ટિક કડાઈમાં થોડું ઘી અથવા તેલ મૂકી ઢાંકણ ઢાંકી શેલો ફ્રાય થવા મુકો....ફેરવતા રહો એટલે સુગંધ આવશે અને બધી બાજુ શેકાઈ જાય એટલે પીરસવા માટે તૈયાર છે....

  8. 8

    તો મિત્રો આપણી #ઈસ્ટ_ઈન્ડિયા ની બિહાર - ઝારખંડ પ્રદેશની ખાસ વાનગી લીટ્ટી ચોખા બનીને તૈયાર છે....બિહારમાં સરસીયું તેલ વપરાશમાં લેવાય છે પણ મેં આપણા સ્વાદ મુજબ શીંગતેલ વાપર્યું છે માત્ર એટલોજ ફેરફાર કર્યો છે બાકી એ જ પારંપરિક રીતે બનાવી છે જે આપ સૌને જરૂર પસંદ આવશે...બનાવજો અને ભાવથી પીરસજો...મેં સલાડ સાથે સર્વ કરી છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes