હરા ભરા કબાબ(hara bhra kebab recipe in gujarati)

Disha Jay Chhaya
Disha Jay Chhaya @cook_25167114
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૩ લોકો
  1. ૨ નંગબાફેલા બટેટા
  2. ૧૦૦ ગ્રામ પનીર
  3. ૪-૬ ચમચીકોર્ન ફ્લોર
  4. ૪ ચમચીપૌંઆનો ભૂકો
  5. ૨૦૦ ગ્રામ પાલક
  6. ૧૫૦ ગ્રામ ફણસી
  7. ૧ નંગકેપ્સિકમ મરચુ
  8. ૧/૨ કપલીલા વટાણા
  9. ૨-૩તીખા મરચા
  10. ૧/૨ ચમચીજીરૂ
  11. તેલ (વઘાર માટે અને તળવા માટે)
  12. ૧ ચમચીઆદુ - લસણની પેસ્ટ
  13. ટુકડાકાજુના
  14. મસાલા
  15. ૧ ચમચીઆમચૂર પાઉડર
  16. ૧ ચમચીચાટ મસાલો
  17. મીઠુ સ્વાદ અનુસાર
  18. ચપટીહિંગ
  19. ૧/૨ ચમચીગરમ મસાલો
  20. ૧/૨ ચમચીલાલ મરચુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલકને ગરમ પાણીમાં ૨ થી ૩ મિનીટ માટે બાફી, એક ચારનીમા કાઢી તેના પર ઠંડુ પાણી નાખવું જેથી પાલકનો કલર લીલો જ રહે.

  2. 2

    હવે એક પૅનમાં તેલ મૂકી, તેમાં જીરું તેમજ હિંગ નાખી, તેમા વટાણા, તીખા મરચાના કટકા, જીણુ કાપેલું કેપ્સિકમ મરચુ અને ફણસી નાખી બરાબર સાંતળી લ્યો અને પછી તેને ઠંડુ થવા રાખી દો. ઠંડુ થાય એટલે તેને મિક્સર જારમાં લઈ, પાલક નાખી, એક ચમચી પાણી નાખી ક્રશ કરી લો.

  3. 3

    બીજી બાજુ એક બાઉલ લઈ તેમાં બાફેલા બટેટા, છીણેલું પનીર, આદુ - લસણની પેસ્ટ, બધા મસાલા, કોર્ન ફ્લોર, પૌંઆનો ભૂકો, ગ્રીન પેસ્ટ નાખી બરાબર મિક્ષ કરો.

  4. 4

    હવે તેમાથી નાના પેડા વાળી લ્યો અને પૌંઆ ના ભૂકામાં રગદોળીને સાઈડમાં મુકો અને ઉપર એક કાજુ મૂકી સજાવો.

  5. 5

    હવે એક કડાઇમાં તેલ મૂકી, ગરમ થાય એટલે કબાબ તળી લ્યો. લીલી ચટણી અને ટમેટો સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Jay Chhaya
Disha Jay Chhaya @cook_25167114
પર

Similar Recipes