દાલ બાટી ચુરમા(daal baati churma recipe in gujarati)

Disha Jay Chhaya
Disha Jay Chhaya @cook_25167114

#વેસ્ટ

શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
૩ લોકો
  1. બાટી બનાવવા માટે
  2. 1 વાટકીઘઉંનો કરકરો લોટ
  3. 1 ચમચીરવો
  4. 2 ચમચીહૂંફાળું ઘી
  5. 1/2ચમચી અજમો
  6. 1/2ચમચી જીરુ
  7. ચપટીમીઠું
  8. દાળ બનાવવા માટે
  9. 1/2વાટકી મગની દાળ
  10. 1/2વાટકી તુવેરની દાળ
  11. 1/2ચમચી હળદર
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. વઘાર માટે
  14. 3 ચમચીઘી
  15. 1/2ચમચી જીરૂ
  16. 1/2ચમચી રાઈ
  17. 2 નંગસુકા મરચા
  18. 1પાન તમાલપત્ર
  19. 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  20. 1 નંગનાનું ટમેટું ઝીણું સમારેલું
  21. મીઠું સ્વાદ અનુસાર
  22. 1/2ચમચી લાલ મરચું પાઉડર
  23. 1 ચમચીગરમ મસાલો
  24. કોથમીર
  25. સજાવટ માટે
  26. લીંબુ
  27. લસણની ચટણી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    બાટી બનાવવા માટે : એક બાઉલમાં લોટ લઇ તેમાં રવો, મીઠું, ઘી, અજમો અને જીરું નાખી બરાબર મિક્સ કરી દેવું, હવે જરૂર મુજબ પાણી નાખી ભાખરી જેવો લોટ બાંધી લેવો અને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકીને બાજુ પર રાખી દેવો.

  2. 2

    15 મિનિટ પછી લોટમાંથી લીંબુ જેવડા બોલ્સ વાળી લેવા અને ઉપરના ભાગમાં છરી વડે પ્લસ અથવા ક્રોસનું નિશાન કરી દેવું જેથી બાટી અંદર સુધી બરાબર શેકાઈ જાય.

  3. 3

    હવે એક કુકરના ઢાંકણાંની સીટી અને રિંગ કાઢી લેવી. ત્યારબાદ કુકરમાં ૨ થી ૩ ચમચી ઘી નાખવું અને બાટી શેકવા માટે મૂકી દેવી, કૂકરનું ઢાંકણ બંધ કરી દેવું.

  4. 4

    બેથી ત્રણ મિનિટ થાય એટલે કુકર ને થોડું હલાવી લેવું જેથી બાટી બધી બાજુથી શેકાઈ જાય. આ રીતે સાતથી દસ મિનિટ માટે કરવું. હવે કૂકરનું ઢાંકણ ખોલી બાટી એક વખત જોઈ લેવી,જો તમને જોઈતો કલર ન આવ્યો હોય તો ફરીથી બાટીને એક તરફ ફેરવી અને ફરીથી બેથી ત્રણ મિનિટ માટે કૂકરનું ઢાંકણ ઢાંકી બેથી ત્રણ મિનિટ માટે શેકી લેવી.

  5. 5

    દાળ બનાવવા માટે : બન્ને દાળ ધોઈને કૂકરમાં નાખી તેમાં હળદર, મીઠું અને પાણી નાખી બાફી લેવી. કુકરની બે કે ત્રણ સીટી વગાડવી. કુકરમાં પાણી બે થી ત્રણ ગણું નાખવું.

  6. 6

    વઘાર માટે : એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરૂ, સૂકું લાલ મરચું અને તમાલપત્ર નાખવું. વઘાર બરાબર થઈ જાય એટલે તેમાં ડુંગળી અને ટામેટાં બરાબર સાંતળી લેવા. ટામેટાં થોડા પોચા પડે એટલે તેમાં બધા કોરા મસાલા નાખી દેવા.

  7. 7

    બીજી બાજુ દાળનું કુકર ખુલે એટલે તેને એક વખત બરાબર હલાવી લેવી અને તેમાં વઘાર કરેલો ઉમેરી દેવો અને ઉપર થી કોથમીર નાખવી. દાળને બરાબર ઉકાળી લેવી તેમજ દાળ જાડી લાગે તો જરૂર પ્રમાણે પાણી નાખી શકાય.

  8. 8

    દાળ અને બાટીને સર્વિંગ પ્લેટમાં કાઢી બાટીનો ભૂકો કરી તેમાં દાળ નાખી, લસણની ચટણી, લીંબુ નાખી મજા માણવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Jay Chhaya
Disha Jay Chhaya @cook_25167114
પર

Similar Recipes