મિક્સ લોટ ઈડલી વીથ મીક્સ દાલ સંભાર(idli recipe in gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#સાઉથ
#cookpadindia
#cookpadguj
ઈડલી બનાવવા માટે દાળ પલાળવી,પીસવી, આથો લાવવો એ બધું જરૂરી છે. જ્યારે અચાનક ઇડલી ખાવા ની ઈચ્છા થાય ત્યારે મિક્સ લોટની ઈડલી બનાવવાનો પ્રયત્ન કર્યો અને સફળતા મળી.

મિક્સ લોટ ઈડલી વીથ મીક્સ દાલ સંભાર(idli recipe in gujarati)

#સાઉથ
#cookpadindia
#cookpadguj
ઈડલી બનાવવા માટે દાળ પલાળવી,પીસવી, આથો લાવવો એ બધું જરૂરી છે. જ્યારે અચાનક ઇડલી ખાવા ની ઈચ્છા થાય ત્યારે મિક્સ લોટની ઈડલી બનાવવાનો પ્રયત્ન કર્યો અને સફળતા મળી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. ઈડલી ના ખીરા માટે*
  2. ૧ કપચોખાનો લોટ
  3. ૧/૪ કપઅડદની દાળનો લોટ
  4. ૧/૪ કપચણાનો લોટ
  5. ૧/૪ કપદહીં
  6. મીઠું જરૂરિયાત પ્રમાણે
  7. સંભાર માટે*
  8. ૧/૨ કપતુવેર દાળ
  9. ૧/૪ કપમગની દાળ
  10. ૧/૪ કપચણાની દાળ
  11. ૧/૪ કપમસૂરની દાળ
  12. ૧/૨ કપસમારેલી ડુંગળી
  13. 2 ટેબલસ્પૂનતેલ વઘાર માટે
  14. પાંચથી સાત પત્તા મીઠી લીમડી
  15. ૧/૪ ટીસ્પૂનરાઈ
  16. 2સુકા લાલ મરચા
  17. ચપટીહિંગ
  18. નાની દૂધી
  19. ૨ નંગરીંગણ
  20. ૨ નંગટામેટા
  21. લીલા મરચાં
  22. 1ઈંચ આદુનો ટુકડો
  23. મીઠું જરૂરિયાત પ્રમાણે
  24. ૨ ટીસ્પૂનલાલ મરચાનો પાઉડર
  25. ૧/૨ ટીસ્પૂનહળદર
  26. ૧ ટીસ્પૂનધાણાજીરું
  27. ૧ ટેબલ સ્પૂનસંભાર મસાલો
  28. ૨ ટેબલ સ્પૂનઝીણા સમારેલા ધાણા
  29. નાળિયેરની ચટણી માટે ની સામગ્રી*
  30. ૧/૨ કપનાળિયેરના ઝીણા ટુકડા
  31. ૧/૨ કપદહીં
  32. ૧ ટેબલ સ્પૂનચણાની દાળ
  33. પાંચથી સાત પત્તા મીઠી લીમડી
  34. ૧/૪ ટીસ્પૂનરાઈ
  35. 2સુકા લાલ મરચા
  36. મીઠું જરૂરિયાત અનુસાર
  37. ૧ ટીસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    ચોખા અને અડદ અને ચણાની દાળના લોટમાં તેમાં ૧ ટેબલ ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી લો. તેમાં૧/૨ કપ દહીં નાખી ખરી મિક્સ કરી લો. જરૂરિયાત અનુસાર હૂંફાળું પાણી રેડો અને ખીરું તૈયાર કરી લો. આ ખીરાને બે કલાક માટે ઢાંકીને મૂકી રાખો. સંભાર માટેની તમામ તૈયારી કરી લેવી.

  2. 2

    નાળિયેરની ચટણી અગાઉથી બનાવીને રાખવી. એક નાની કડાઈમાં તેલ મૂકી તેમાં મીઠી લીમડી, સૂકા લાલ મરચાં,તથા ચણાની દાળ ધીમા તાપે શેકી લેવા. ઠંડુ પડે એટલે તેને મિક્સરમાં નાખી તેમાં દહીં નાળિયેર ના ટુકડા મીઠું એડ કરવા અને ચટણી તૈયાર કરવી.

  3. 3

    બધી જ દાળન ધોઈને 20 મિનિટ માટે પલાળી રાખવી. ત્યારબાદ કુકરમાં ૨ કપ પાણી મૂકી બાફી લેવી. હવે બફાઈ ગયેલ દાળને એક તપેલીમાં કાઢી તેમાં 2 કપ પાણી રેડવું. ઝીણા સમારેલા ટામેટાં, દુધી, રિંગણ, લીલા મરચાં એડ કરવા. આદુ છીણીને નાંખવો.હવે તેમાં મીઠું, લાલ મરચાં પાઉડર, હળદર, ધાણાજીરૂ,સંભાર મસાલો એડ કરી મિક્સ કરી લેવું.હવે એક કડાઈમાં 2 ટેબલ ચમચી તેલ મૂકી તેમાં રાઈ, મીઠી લીમડી, સૂકા મરચાં, હિંગ, સમારેલી ડુંગળી નાખી, સાંતળી લો. વઘાર તૈયાર કરવો. વઘાર દાળમાં રેડી દેવો. ૧૦ મિનિટ દાળને ધીમા તાપ ઉકળવા દેવી.

  4. 4

    હવે તમામ દાળનો પલાળેલા લોટમાં મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લેવું. idli maker માં પાણી નાખીને ગેસ ઉપર પ્રી હીટ થવા મૂકવું.હવે ઈડલી મેકરની ડીશમાં તેલ વડે ગ્રીસ કરી તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ખીરું દરેક ખાનામાં ભરવું. ગેસ ઉપર દસ મિનિટ માટે ઢાંકીને રાખવું. દસ મિનિટ બાદ ટુથપીક ભરાવી ચેક કરવું. ઈડલી સરસ તૈયાર થઈ ગઈ હશે. ઈડલી, સંભાર, લીલા નાળિયેરની ચટણી તૈયાર છે!! સાથે તમે ગ્રીન ચટણી પણ એડ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes