મસાલા ઢોસા(Masala Dhosa Recipe In Gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 વાડકીચોખા
  2. 1 વાટકીઅડદની દાળ
  3. 1/2 ચમચીખાંડ
  4. સ્વાદાનુસારમીઠું
  5. શાક માટે
  6. 250 ગ્રામબટાકા બાફેલા
  7. 300 ગ્રામકાંદા ઝીણા સમારેલા
  8. 1/2 ચમચીહળદર
  9. 1/2 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  10. 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  11. 1/2 ચમચીખાંડ
  12. સ્વાદાનુસારમીઠું સ્વાદ મુજબ
  13. વઘાર માટે
  14. 3-5 ચમચીતેલ
  15. 1/2 ચમચીઅડદની દાળ
  16. 4-5 નંગમીઠા લીમડાનાં પાન
  17. ચપટીહીંગ
  18. સંભાર માટે
  19. 1 વાટકીતુવેર ની દાળ
  20. 1 નંગનાનું રીંગણ સમારેલુ
  21. 1 નંગબટાકુ સમારેલુ
  22. 1 નંગકાંદો સમારેલો
  23. 1 નંગટામેટુ સમારેલુ
  24. 100 ગ્રામલીલા વટાણા
  25. 1 ચમચીકાચા સીંગદાણા
  26. 1 નંગસરગવાની સીંગ
  27. 1/2 નંગદૂધી સમારેલી
  28. 1/2 ટી સ્પૂનહળદર
  29. 1/2 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  30. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  31. 1 ટેબલ સ્પૂનસંભાર મસાલો
  32. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  33. 1 ચમચીલીંબુનો રસ
  34. 1/2 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  35. 1/2 ચમચીઆદુ ની પેસ્ટ
  36. 4-5 ચમચીગોળ
  37. સ્વાદાનુસારમીઠું
  38. સંભાર ના વઘાર માટે
  39. 2 ચમચીતેલ
  40. 1/2 ચમચીરાઈ
  41. 2-4 નંગમીઠા લીમડાનાં પાન
  42. 3 નંગલાલ સુકા મરચાં
  43. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા અને અડદની દાળ ને ધોઈ 6 થી 7 કલાક માટે પલાળી રાખવું.પછી પાણી નિતારી બંને ને મિકસર જારમા અલગ અલગ પીસી લેવું. ફરી પીસેલા અડદની દાળ અને ચોખા ને મિક્સ કરી પીસી લેવું. ઉમેરી મિક્સ કરવું.

  2. 2

    ત્યારબાદ આ રીતે તૈયાર થયેલા ખીરા ને એક બાઉલમાં કાઢી ઢાંકી ને 3 થી 4 કલાક રહેવા દેવું. પછી તેમાં મીઠું અને ખાંડ નાંખી હલાવી મિક્સ કરવું.

  3. 3

    ત્યારબાદ પેનમાં તેલ મુકી તેમાં અડદની દાળ અને મીઠા લીમડાનાં પાન અને હળદર નાખી તેમાં સમારેલા કાંદા નાખી આછા ગુલાબી થાય ત્યા સુધી સાંતડી લેવું. પછી તેમાં બાફેલા સમારેલા બટાકા ઉમેરી તેમાં મરચાં ની પેસ્ટ, મીઠું, ધાણા જીરું પાઉડર, ખાંડ ઉમેરી મિક્સ કરી થોડી વાર થવા દો. થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લેવું.

  4. 4

    ત્યારબાદ એક કુકર માં પાણી મુકી તેમાં તુવેર ની દાળ અને સમારેલા શાકને ધોઈ ને બે થી ત્રણ સીટી વગાડી લેવું. શાક બફાય જાય એટલે તેને તપેલી માં કાઢી બે થી ત્રણ કપ પાણી ઉમેરી મિક્સ કરી સંભાર ને ગેસ પર મુકવું.

  5. 5

    ત્યારબાદ સંભાર ઉકળવા લાગે એટલે તેમાં હળદર, લાલ મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર, સંભાર મસાલો, ગરમ મસાલો,મરચાં ની પેસ્ટ,આદુ ની પેસ્ટ, ગોળ અને લીંબુ નો રસ,મીઠું ઉમેરી સંભાર ને ઉકળવા દેવું. પછી એક વઘારીયા માં બે ચમચી તેલ મુકી તેમાં રાઈ, સુકા લાલ મરચાં, મીઠા લીમડાનાં પાન અને હીંગ નાંખી વઘાર કરી થોડી વાર થવા પછી ગેસ પરથી ઉતારી કોથમીર ઉમેરવી.

  6. 6

    ત્યારબાદ ગેસ પર તાવી મુકી તાવી ગરમ થાય એટલે તાવી પર તેલ અને પાણી મિક્સ કરેલું કપડું તાવી પર ફેરવી લેવું. પછી ઢોસા નું ખીરું પાથરી ફરતે તેલ મુકી ગુલાબી થવા દો પછી ઉપર શાક મુકી બંને બાજુ ઢોસા ને ફોલ કરી લેવું.ઢોસા ને સંભાર અને કોપરા ની ચટણી સાથે સવ ગરમ ગરમ સવ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes