નાળિયેર ના લાડુ (ladu recipe in gujarati)

Rekha ben Chavda
Rekha ben Chavda @rekha_23

આ વાનગી ઉપવાસમાં પણ બેસ્ટ છે.

નાળિયેર ના લાડુ (ladu recipe in gujarati)

આ વાનગી ઉપવાસમાં પણ બેસ્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 સર્વિંગ
  1. 1 કપદૂધ
  2. ૧ કપખાંડ
  3. કપમાવો અડધો
  4. 2 ચમચીમલાઈ
  5. કપપિસ્તા પાઉડર અડધો
  6. ફૂડ કલર કોઈપણ બે કલર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ૨ કપ નાળિયેરનું છીણ લઈ તેમાં એક કપ દુધ અને ૧ કપ ખાંડ નાખી મિક્સ કરી પંદરથી વીસ મિનિટ ઢાંકી મૂકી દેવું ત્યારબાદ ધીમા ગેસ પર મૂકી હલાવતા રહેવુ

  2. 2

    ત્યારબાદ બે ત્રણ ચમચી મલાઈ નાંખી 10 15 મિનિટ હલાવવું તેમાં એક ચમચી ઇલાયચી પાઉડર નાખવો સ્ટફિંગ બનાવવા માટે બેથી ત્રણ ચમચી કાઢી તેમાં એક ચપટી ઓરેન્જ ફૂડ કલર નાખવો પછી ગેસ બંધ કરી ફુડ કલર મિક્સ કરી લેવો

  3. 3

    ત્યારબાદ બીજું સ્ટફિંગ બનાવવા માટે અડધો કપ પિસ્તાનો પાઉડર અડધો કપ માવો અને એક ચપટી ગ્રીન ફુડ કલર નાખી બધું મિક્સ કરી લેવું ત્યારબાદ ગ્રીન કલર નાના લાડુ બનાવવા ત્યારબાદ ઓરેંજ કલર ના સ્ટફિંગ માંથી થેપલી કરી તેમાં ગ્રીન નાના લાડુ મૂકી લાડુ બનાવવા આવી રીતે બધા લાડુ બનાવવા

  4. 4

    લાડુને ડેકોરેશન કરવા માટે નાળીયેરના છીણ માં બધા લાડુ રગદોળવા અને વધારે સજાવવા માટે લાડુ પર તુટી ફૂટી લગાવી આ થઈ ગયા નારિયળના લાડુ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha ben Chavda
પર

ટિપ્પણીઓ

Similar Recipes