સીઝલર (sizzler recipe in gujarati)

priyanka chandrawadia
priyanka chandrawadia @cook_26003928

#sb
સીઝલર એ એક લોક પ્રિય વાનગી છે. પરંતુ સીઝલર ઘરે બનાવવુ મુશ્કીલ થઈ જાય છે. મયાઁદીત સામગ્રી અને સીઝલર પ્લેટ વિના આ સીઝલર સ્વાદ અને દેખાવ મા ખૂબ જ આકર્ષક લાગે છે. આ સીઝલર મેકસીકન તથા ઇન્ડીયન સ્વાદ નુ ફ્યૂઝન છે.

સીઝલર (sizzler recipe in gujarati)

#sb
સીઝલર એ એક લોક પ્રિય વાનગી છે. પરંતુ સીઝલર ઘરે બનાવવુ મુશ્કીલ થઈ જાય છે. મયાઁદીત સામગ્રી અને સીઝલર પ્લેટ વિના આ સીઝલર સ્વાદ અને દેખાવ મા ખૂબ જ આકર્ષક લાગે છે. આ સીઝલર મેકસીકન તથા ઇન્ડીયન સ્વાદ નુ ફ્યૂઝન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. બાસમતી ચોખા 1 બાઉલ
  2. બેટેકા 1 બાઉલ
  3. 2ગાજર
  4. 4કેપ્સિકમ
  5. 2મીઠી મકાઈ
  6. 3ટામેટાં
  7. 1 વાટકીવાટણા
  8. 4ડુંગળી
  9. 2કોબી ના પાંદડા
  10. 100 ગ્રામપનીર
  11. 2ચીઝ કયુબ
  12. 1નાચોસ નુ પેકેટ
  13. ૧ tspઓરેગાનો
  14. 1 ચમચીકેચઅપ
  15. 1 ચમચીસોયા સોસ
  16. 1 ટી સ્પૂનઆદુ
  17. 2 નંગલસણ
  18. ૨ ચમચીમેયોનિસ
  19. ૧ ચમચીકોર્ન ફ્લો
  20. ૨ tbspમિક્સ હર્બ્સ
  21. ૧/૪ ચમચીમીઠું
  22. 1 ચમચીરેડ ચીલી સોસ
  23. 1 ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૈા પ્રથમ એક પેન મા વટાના, મીઠી મકાઈ, જીના સમારેલા કેપ્સીકમ તથા ગાજર બાફી લેવા.
    ત્યાર બાદ તેમા એક વાટકી ચોખા નાખી રાંધી લેવુ.
    ચોખા અને વેજીટેબલ રંધાય જાય એટલે તેનુ ઓસામન કાઢી લેવુ.

  2. 2

    પેટ્ટી બનાવાની રીત :-
    વટાના, જીના સમારેલા કેપ્સીકન, ડુંગળી, ગાજર, મીઠી મકાઈ અધ કચરા બાફી લેવા.
    એક બાઉલ મા બાફેલા બટેકા અને શાકભાજી, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો મીઠૂ નાખી મીક્સ કરી લેવુ.
    આ મીશ્રણ ની પેટી બનાવી લેવી.
    ત્યાર બાદ તેને કોનફ્લોર રગદોડી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લેવા.

  3. 3

    સ્ટફ કેપ્સીકમ તથા ટામેટાં ની રીત :-
    પેટી માટે બનાવેલૂ મીશ્રણ કેપ્સીકન તથા ટામેટાં ની ઉપરના ભાગ મા કટ કરી તેમાથી બી કાઢી ને ભરી લેવુ.
    તેની પર ચીઝ છીણી ને એક લેયર કરવુ.
    એક પેન મા એક ચમચી તેલ મૂકી ટમેટો તથા કેપ્સીકમ નરમ થઇ જાય ત્યા સુધી રાંધવુ.

  4. 4

    પનીર ટીક્કા :-
    પનીર, કેપ્સીકમ, ડુંગળી ના ચોરસ કટકા કરવા.
    દહીં, મીઠુ, કેચપ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચીલી સોસ નુ એક બાઉલ મા મીશ્રણ કરવુ.
    આ મીશ્રણ મા પનીર તથા શાકભાજી મીક્સ કરી એક સ્ટીક મા ભરાવી દેવુ.
    એક પેન મા એક ચમતી તેલ લઇ બધી બાજૂ ગોલ્ડન બ્રાઉન થાઇ ત્યા સુધી રાંધવુ.

  5. 5

    ચીઝ પાસ્તા :-
    એક પેન મા મેક્રોની બાફી સાઇડ પર મૂકવી.
    હવે એક પેન મા કેપ્સીકમ, ગાજર, મીઠી મકાઇ, વટાના એક ચમચી તેલ મૂકી સાતળી લેવા.
    તેમા બે ચમચી માયોનીઝ અથવા દૂધ, મીક્સ હસ્બ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠુ, બાફેલી મેક્રોની નાખી દેવા.
    ઉપરથી ચીઝ છીણી ને નાખવુ.

  6. 6

    સીઝલર સોસ :-
    એક પેન મા એક ચમચી તેલ મૂકી જીણુ સમારેલુ આદૂ, મરચુ, લસણ, રેડ ચીલી સોસ, સોયા સોસ, કેચપ, મીઠુ, કોનફ્લોર, એક ગ્લાસ પાણી નાખી સોસ ઘટ્ટ થાઇ ત્યા સુધી રાંધી લેવુ.

  7. 7

    સવિઁગ માટે :-
    એક પેન મા એક ચમચી તેલ મૂકી કોબીના આખા પાન સેકવા.
    હવે સવિઁગ પ્લેટ મા આ પાન મૂકી એક વાટકી મા રાંધેલા ભાત ભરી ઉંધી વાળવી.
    તેની ફરતે નાચોઝ મૂકવા.
    પેટ્ટી, ચીઝ પાસ્તા, પનીર ટીક્કા, સ્ટફ કેપ્સીકમ અને ટમેટુ પ્લેટ મા ગોઠવી દેવા.
    આની પર ગરમ સીઝલર સોસ રેડી દેવો.
    તૈયાર છે ઇન્ડી મેકસી સીઝલર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
priyanka chandrawadia
priyanka chandrawadia @cook_26003928
પર

Similar Recipes