‌‌ પાણીપુરી(pani puri recipe in gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cooksnap
#cookpadindia
#cookpadguj
#cookpad
પાણીપુરી તો ઘણી બધી જાતની હોય છે ઘણી બધી વિવિધતા હોય છે પણ દક્ષા પરમારજીની પાણીપુરી મને ખુબ ગમી. મેં પણ આપના જેવી પાણીપુરી બનાવી છે. આભાર આપનો પાણીપુરી ની રેસીપી શેર કરવા બદલ.

‌‌ પાણીપુરી(pani puri recipe in gujarati)

#cooksnap
#cookpadindia
#cookpadguj
#cookpad
પાણીપુરી તો ઘણી બધી જાતની હોય છે ઘણી બધી વિવિધતા હોય છે પણ દક્ષા પરમારજીની પાણીપુરી મને ખુબ ગમી. મેં પણ આપના જેવી પાણીપુરી બનાવી છે. આભાર આપનો પાણીપુરી ની રેસીપી શેર કરવા બદલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 20 નંગપૂરી
  2. બટાકો
  3. ૧/૨ કપદેશી ચણા
  4. ૧ નંગડુંગળી
  5. ૧ નંગટામેટું
  6. 2 ટેબલસ્પૂનઝીણા સમારેલા લીલા ધાણા
  7. ૧ ટીસ્પૂનચાટ મસાલા
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧/૨ ટીસ્પૂનલાલ મરચા પાઉડર
  10. ગ્રીન ચટણી માટે
  11. ૫૦ ગ્રામ લીલા ધાણા
  12. ૩ નંગલીલા મરચાં
  13. ૧ નંગલીંબુ
  14. 2 ટેબલસ્પૂનચણાના લોટની સેવ
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. " ગળી ચટણી
  17. ૧/૪ કપઆંબલી
  18. ૧/૨ કપગોળ
  19. 5 નંગખજૂર
  20. 1 નંગટામેટું
  21. ૧ ટી.સ્પૂનલાલ મરચાં પાઉડર
  22. ૧/૨ ટીસ્પૂનચાટ મસાલા,
  23. મીઠું આવશ્યકતા અનુસાર
  24. મસાલેદાર પાણી (તૈયાર મસાલો)
  25. લસણની ચટણી
  26. ૫ નંગલસણની કળી
  27. ૧ ટી.સ્પૂનલાલ મરચા પાઉડર
  28. ૧ ટીસ્પૂનધાણાજીરૂ
  29. 1ટામેટુ
  30. મીઠું આવશ્યકતા અનુસાર
  31. ગાર્નીશિંગ માટે
  32. 2 ટેબલસ્પૂનચણાના લોટનીઝીણી સેવ
  33. 2 ટેબલસ્પૂનતીખી બુંદી
  34. 1 ટેબલસ્પૂનલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દેશી ચણા ને ધોઈ અને છ કલાક માટે એક મોટા વાસણમાં ૨ કપ પાણી મપલાળી રાખવા. છ કલાક બાદ ચણા માંથી પાણી નિતારી લેવું. ગેસ ઉપર કુકરમાં ૨ કપ પાણી ગરમ કરવું. તેમાં જરૂરિયાત મુજબ મીઠું નાખવું. ઉકળતા પાણીમાં ચણા નાખવા. કુકરની સીટી વગાડવી. બટાકા બાફી લેવા.

  2. 2

    હવે કુકરમાંથી ચણા કાઢી પાણી નિતારી લેવું. બાફેલા બટાકાને છોલી અને તેના ઝીણા ટુકડા કરી લેવા. ટામેટા અને ડુંગળી ઝીણા સમારી લેવા. એક બાઉલમાં આ તમામ સામગ્રી મિક્સ કરો. અને તેમાં મીઠું, ચાટ મસાલા,લાલ મરચા પાઉડર, ઝીણા સમારેલા લીલા ધાણા મિક્સ કરી લેવા.

  3. 3

    મિક્સરમાં લીલા ધાણા, મરચાં, લીંબુનો રસ,મીઠું, ચણાના લોટની સેવ આ બધું જ નાખી જરૂરિયાત મુજબ પાણી રેડી અને ગ્રીન ચટણી તૈયાર કરી લેવી.

  4. 4

    કુકરમાં ૨ કપ પાણી નાખી ઉકળવા મૂકવું. પડતા પાણીમાં ધોયેલી આંબલી, ગોળ, ટામેટું, ખજૂર નાખી દો. ત્રણ સીટી વગાડો. ત્યારબાદ એક બાઉલમાં કાઢી તેને ઠંડું પડવા દો. હવે તેને એક ગળણી ની મદદથી ગાળી લો. તેમાં મીઠું લાલ મરચા પાઉડર નાખી અને મિક્સ કરી લો. જો ચટણી ઘટૃ જણાય તો પાણી એડ કરવું.

  5. 5

    મિક્સર ના એક બાઉલમાં લસણ ટામેટું, લાલ મરચા પાઉડર, ધાણાજીરું મીઠું અને અડધો કપ પાણી રેડી ચટણી તૈયાર કરી લો.

  6. 6

    પાણીપૂરીનું પાણી તૈયાર ડ્રાય મસાલાના પેકેટ માંથી બનાવેલ છે

  7. 7

    હવે પુરીમાં તમામ મસાલા ભરી અને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes