મેથીના ગોટા વિથ બેસન ચટણી (Methi Gota With Besan Chutney Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara

#GA4
#week2
#post1
#Fenugreek
#મેથી_ના_ગોટા_વિથ_બેસન_ચટણી ( Methi's Gota with Besan Chutney )
મેથી ના ગોટા એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે. મેથી ના ગોટા સવાર ના નાસ્તા સાથે ખાવા મળી જાય તો મજા પડી જાય છે. આ મેથી ના ગોટા સાથે મે કોઈ પણ ફરસાણ જેમ કે ફાફડા, ભજીયા, કે ગાંઠિયા સાથે સર્વ કરવામાં આવે છે એ બેસન ચટણી એટલે કે બેસન ની કઢી બનાવી છે. જે આ મેથી ગોટા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા બાળકો ના તો આ ગોટા ફેવરીટ છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૧ ટેબલ સ્પૂનઆખા સૂકા ધાણા
  2. ૧/૨ ટેબલ સ્પૂનમરી
  3. ૧/૨ ટેબલ સ્પૂનવરિયાળી
  4. & ૧/૨ ટેબલ ચમચી aadu- મરચાં ની પેસ્ટ
  5. & ૧/૨ કપ મેથી ની ભાજી
  6. ૧/૨ કપલીલી કોથમીર ના પાન
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૧ ટેબલ સ્પૂનખાંડ
  9. ૧ ટી સ્પૂનઅજમો ક્રસ કરેલો
  10. ૧/૪ ટી સ્પૂનહિંગ
  11. ૧ નંગલીંબુ નો રસ
  12. ૩ કપબેસન
  13. ૧ ટેબલ સ્પૂનઠંડુ તેલ
  14. ૨ ટેબલ સ્પૂનગરમ તેલ
  15. પાણી જરૂર મુજબ
  16. ૧/૨ ટી સ્પૂનહળદર પાઉડર
  17. તેલ જરૂર મુજબ તળવા માટે
  18. ૧/૪ ટી સ્પૂનબેકિંગ સોડા
  19. 🌐બેસન ની ચટણી ના ઘટકો :--
  20. ૨ ટેબલ સ્પૂનબેસન
  21. મીઠું સ્વાદ મુજબ
  22. ૧/૪ ટી સ્પૂનહળદર પાઉડર
  23. પાણી જરૂર મુજબ
  24. ૨ટેબલ ચમચી તેલ
  25. ૧ટી ચમચી રાઈ
  26. ૧/૨ ટી સ્પૂનહિંગ
  27. ૨ નંગલીલાં મરચાં ઝીણા સમારેલા
  28. ૧ ટેબલ સ્પૂનખાંડ
  29. ૨ ટેબલ સ્પૂનદહીં
  30. 🌐ગાર્નિશ માટે ના ઘટકો :-
  31. તળેલા લીલા મરચા
  32. ટામેટાં કેચઅપ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક ખલ માં સૂકા આખા ધાણા, મરી અને વરિયાળી ઉમેરી કકરું વાટી લો.હવે આને બાઉલ માં કાઢી લો.

  2. 2

    હવે આ અધકચરા વાટેલા મિક્સર મા આદુ - મરચાં ની પેસ્ટ, મેથી ની ભાજી, લીલી કોથમીર ના પાન, મીઠું, ખાંડ, વાટેલો અજમો, હિંગ અને લીંબૂ નો રસ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.

  3. 3

    ત્યાર બાદ આમાં બેસન ઉમેરી હાથ થી મસળી ને મિક્સ કરી લો. હવે આમાં 1 ટેબલ ચમચી તેલ ઉમેરી મિક્સ કરી લો. ત્યાર બાદ આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ ખીરું થોડું જાડું તૈયાર કરો. હવે આમાં હળદર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે ગોટા તળવા માટે એક મોટી કઢાઈ માં જરૂર મુજબ તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે મેથી ના ગોટા ના ખીરા માં બેકિંગ સોડા અને 2 ટેબલ ચમચી ગરમ તેલ રેડી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે ગરમ તેલ મા ખીરા ના નાના ગોટા પાડી gas ની મીડીયમ ફ્લેમ પર થોડા ગોલ્ડન તળી લો. એની સાથે થોડા લીલા મરચાં પણ તળી લો.

  6. 6

    હવે બેસન ની ચટણી બનાવીશું. એની માટે સૌ પ્રથમ એક બાઉલ માં બેસન મીઠું, હળદર પાઉડર અને પાણી ઉમેરી વ્હિશ્કર થી બરાબર હલાવી સ્મુથ બેટર તૈયાર કરી લો.

  7. 7

    હવે એક પેન મા તેલ ગરમ થાય એટલે એમાં રાઇ ઉમેરી તતડે એટલે હિંગ ઉમેરી એમાં લીલા મરચાં ઉમેરી થોડી વાર સાંતળી લેવું. હવે આમાં થોડું પાણી ઉમેરી ૧ મિનિટ ઉકળવા દો.

  8. 8

    હવે આમાં તૈયાર કરેલ બેસન નું બેટર ઉમેરી મિક્સ કરી તેમાં તમારે જેટલી ચટણી ની કન્સિતેન્સી જોઈતી હોય એટલા પ્રમાણે પાણી અને ખાંડ ઉમેરી બેસન ની કચાસ દૂર થાય ત્યાં સુધી કૂક કરી લો. ત્યાર બાદ આમાં દહીં ઉમેરી મિક્સ કરી ૧ મિનિટ કૂક કરી ગેસ ની ફ્લેમ બંધ કરી દો. હવે આ બેસન ની ચટણી સર્વ કરવા રેડી છે.

  9. 9
  10. 10

    હવે આપણા ગરમાગરમ મેથી ના ગોટા અને એની સાથે ની બેસન ની ચટણી તૈયાર છે સર્વ કરવા માટે. આ મેથી ના ગોટા ને તળેલા લીલા મરચાં, ગરમાગરમ બેસન ની ચટણી અને ટામેટા કેચઅપ સાથે સર્વ કરો.

  11. 11

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes