ચીઝ બસ્ટ પિઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat

#trend
#week1
#post2
#ચીઝ_બસ્ટ_પિત્ઝા ( Cheese Burst Pizza Recipe in Gujarati )
#Dominos_Style_Pizza
નાના મોટા સૌ ના પ્રિય એવા ચીઝ બસ્ટ પિત્ઝા. આ પિત્ઝા મે Domino's Style માં બનાવ્યા છે. આ પિત્ઝા માં બેઝ ડબલ કરીને બનાવવા મા આવ્યો છે...ને ચીઝ પણ ડબલ લેયર માં જ લગાવવામાં આવ્યું છે. આ પિત્ઝા મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે.

ચીઝ બસ્ટ પિઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)

#trend
#week1
#post2
#ચીઝ_બસ્ટ_પિત્ઝા ( Cheese Burst Pizza Recipe in Gujarati )
#Dominos_Style_Pizza
નાના મોટા સૌ ના પ્રિય એવા ચીઝ બસ્ટ પિત્ઝા. આ પિત્ઝા મે Domino's Style માં બનાવ્યા છે. આ પિત્ઝા માં બેઝ ડબલ કરીને બનાવવા મા આવ્યો છે...ને ચીઝ પણ ડબલ લેયર માં જ લગાવવામાં આવ્યું છે. આ પિત્ઝા મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૪ ટેબલ સ્પૂનખાંડ
  2. ૧ ટી સ્પૂનડ્રાય યીસ્ટ
  3. ૧/૨ કપહુંફાળું ગરમ પાણી
  4. ૫૦૦ ગ્રામ મેંદો
  5. ૨ ટેબલ સ્પૂનમીઠું
  6. પાણી જરૂર મુજબ
  7. ૨ ટેબલ સ્પૂનતેલ
  8. ૪ ટેબલ સ્પૂનઅમૂલ ચીઝ સ્પ્રેડ
  9. પિત્ઝા સોસ જરૂર મુજબ
  10. ટામેટાં બી કાઢી ને લાંબા સમારેલા જરૂર મુજબ
  11. કેપ્સીકમ લાંબા સમારેલા જરૂર મુજબ
  12. ડુંગળી ની લાંબી સ્લાઈસ જરૂર મુજબ
  13. ૨૦૦ ગ્રામ મોઝરેલા ચીઝ
  14. પનીર ના નાના ચોરસ ક્યૂબ જરૂર મુજબ
  15. મકાઈ ના દાણા (બાફેલા) જરૂર મુજબ
  16. બ્લેક ઓલિવ રિંગ્સ જરૂર મુજબ
  17. ૨ ટેબલ સ્પૂનઓલિવ ઓઇલ
  18. ચિલી ફ્લેક્સ
  19. ઓરેગાનો
  20. મિક્સ હરબ્સ
  21. પિત્ઝા સિત્ઝનિંગ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ખાંડ, ડ્રાય યીસ્ટ અને હુંફાળુ ગરમ પાણી ઉમેરી મિક્સ કરી 15 મિનિટ માટે એક્ટિવેટ કરવા બાજુ પર મૂકી દો.

  2. 2

    હવે એક મોટા બાઉલમાં મેંદો અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે આમાં એક્ટીવેટ થયેલ યીસ્ટ લોટ માં ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો. હવે થોડું થોડું તેલ લગાવી લોટ બરાબર મસળી લો. હવે લોટ નરમ અને મુલાયમ થઈ ગયો છે. હવે આ લોટ પર તેલ લગાવી 2 કલાક માટે ગરમ જગ્યા પર ફોરમેટ કરવા મૂકી દો.

  3. 3

    હવે ફોરમેટ થયેલા લોટ મા ૧ ટેબલ ચમચી કોરો મેંદો છાંટી હાથ થી પંચ કરી થોડું તેલ લગાવી લોટ મસળી લો. હવે મોટી કઢાઈ ને મીડીયમ ગેસ ની ફ્લેમ પર 10 મિનિટ માટે પ્રી હિટ કરી લો.

  4. 4

    હવે લોટ ના બે ભાગ કરી લો. ત્યાર બાદ લોટ ના એક ભાગ માંથી ૧/૪ ભાગ કાપી મોટી રોટલી વણી તૈયાર કરી લો. ને ફોક થી કાના પાડી તવા પર અધકચરી શેકી લો. હવે બીજા ભાગ ના લોટ ને તેલ થી ગ્રીસ કરેલ પીઝા ના ટ્રે માં હાથ થી ફેલાવી દો. ને ફોરક થી કાના પાડી હવે એની ઉપર ચીઝ સ્પ્રેડ લગાવી દો.

  5. 5
  6. 6

    હવે આની પર બનાવેલી રોટલી મૂકી એની ઉપર પિત્ઝા સોસ લગાવી એની ઉપર ટામેટા ની સ્લાઈસ, કેપ્સિકમ ની સ્લાઈસ, ડુંગળી ની સ્લાઈસ અને મોઝરેલા ચીઝ પાથરી ફરીથી ઉપર ટામેટા ની સ્લાઈસ, કેપ્સીકમ ની સ્લાઈસ, પનીર ના નાના ટુકડા, બાફેલા મકાઈના ના દાણા, બ્લેક ઓલિવ અને ઓલિવ ઓઇલ ઉમેરી રેડી કરો. (પિત્ઝા માં ઓલિવ ઓઇલ ઉમેરવાથી પિત્ઝા ના બેઝ નો કલર મસ્ત આવે છે)

  7. 7
  8. 8

    હવે આ તૈયાર કરેલા પિત્ઝા પર ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ હરબ્સ અને પિત્ઝા સિઝનિંગ નો છંટકાવ કરી 10 મિનિટ રેસ્ટ આપો.

  9. 9

    હવે પ્રી હિટ કરેલી કઢાઈ મા આ તૈયાર કરેલ પિત્ઝા ની પ્લેટ મૂકી ગેસ ની હાઈ ફલેમ પર અને ૧૫ મિનિટ ગેસ ની મીડીયમ ફલેમ પર પિત્ઝા બેક કરી લો. વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવું. હવે 25 મિનિટ પછી આપણો પિત્ઝા રેડી થયો ગયો છે સર્વ કરવા માટે.

  10. 10

    હવે આ યમ્મી Domino's Style વાળો ચીઝ બર્ષ્ટ પિત્ઝા તૈયાર છે. તેને તમારી ઈચ્છા મુજબ કટર થી કટ કરી પિસીસ પાડી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes