પોટેટો સેન્ડવીચ પકોડા (Potato Sandwich Pakoda Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#GA4
#Week3

ફ્રેન્ડ્સ , ફટાફટ બની જાય એવા પોટેટો ચીપ્સ ના પકોડા તો આપણે બનાવતાં જ હોય છીએ.આજે મેં એક અલગ ટેસ્ટ ઉમેરી ને સેન્ડવીચ પકોડા બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે.

પોટેટો સેન્ડવીચ પકોડા (Potato Sandwich Pakoda Recipe In Gujarati)

#GA4
#Week3

ફ્રેન્ડ્સ , ફટાફટ બની જાય એવા પોટેટો ચીપ્સ ના પકોડા તો આપણે બનાવતાં જ હોય છીએ.આજે મેં એક અલગ ટેસ્ટ ઉમેરી ને સેન્ડવીચ પકોડા બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨-૩ મિડિયમ સાઈઝ ના બટેટા
  2. ૧ & ૧/૨ કપ ચણાનો લોટ
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧/૨ નાની ચમચીહિંગ
  7. ૩ ચમચીઝીણી સમારેલી કોથમીર
  8. ૧ નાની ચમચીઅજમો
  9. જરુર મુજબ પાણી
  10. ચટણી બનાવવા માટે:-
  11. ૧૦ કળી લસણ
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. ૧/૨ ચમચીચાટ મસાલો
  14. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  15. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું,લાલ મરચું પાઉડર, હળદર, અજમો, કોથમીર હિંગ અને જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી ભજીયા નું બેટર તૈયાર કરવું.

  2. 2

    ત્યારબાદ બટેટા ની છાલ ઉતારી ચીપ્સ કરી વોશ કરી કોટન ના કાપડ પર ૫ મિનિટ પાથરવી. એ દરમ્યાન લસણ ની પેસ્ટ કરી તેમાં મીઠું, મરચું પાઉડર,ચાટ મસાલો ઉમેરી ચટણી તૈયાર કરવી.

  3. 3

    બટેટા ની ચીપ્સ પર લસણની ચટણી લગાવી ઉપર બીજી ચીપ્સ મુકી કવર કરી લેવી.આ રીતે બઘી જ ચીપ્સ તૈયાર કરી લેવી.

  4. 4

    તૈયાર કરેલ ચણાના બેટર માં ૨ ચમચી ગરમ તેલ ઉમેરી મિક્સ કરી લેવું. ત્યારબાદ સેન્ડવીચ ચીપ્સ ડીપ કરી ગરમ તેલ માં તળી લેવી. બઘાં જ સેન્ડવીચ પકોડા આ રીતે બનાવી કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes