ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Manisha Sejpal
Manisha Sejpal @cook_26596657
જામનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1 કપદહીં
  2. 1 કપપાણી
  3. 1 વાટકીચણાનો લોટ
  4. સ્વાદાનુસારમીઠું
  5. 1 ચમચીઆદુમરચા ની પેસ્ટ
  6. 1 ટે. ચમચીરાઈ
  7. 1 ટે. ચમચીજીરું
  8. 2 નંગઝીણું સમારેલું લીલું મરચું
  9. 1 ડાળી મીઠો લીમડો
  10. ચપટીહિંગ
  11. 1/2 ચમચી હળદર
  12. જરૂર મુજબ વધાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં દહીં ઉમેરો અને થોડું હલાવી તેમાં પાણી ઉમેરો અને છાશ જેવું મિશ્રણ તૈયાર કરો

  2. 2

    હવે તેમાં ચણા નો લોટ બિલ્કુલ ગાઠા ન રહી જાય તે રીતે મિક્સ કરો અને ત્યારબાદ આદુમરચા ની પેસ્ટ અને મીઠું, હળદર, હિંગ ઉમેરો

  3. 3

    ત્યારબાદ આ મિશ્રણને ગાળી લો જેથી એકદમ સ્મૂધ મિશ્રણ આપણને મળે જેથી તેમાં બિલકુલ ગાઠા ના રહે

  4. 4

    આપણું મિશ્રણ તૈયાર છે તેથી હવે ગેસ પર ઘીમાં તાપે કડાઇમાં મિશ્રણ નાખી દેવું અને સતત હલાવતા રહેવું

  5. 5

    હવે મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે તેથી પ્લેટફોર્મ પર થોડું તેલ લગાવી મિશ્રણ ને પાથરી દો

  6. 6

    હવે ઠડું પડ્યાં પછી તેમાં ચાકું વડે કાપા પાડી રોલ વાળવા

  7. 7

    વધાર માટે એક નાની કડાઈ માં તેલ લઈ તેમાં રાઈ, જીરું, લીમડો અને સમારેલા મરચાં નાખી વધાર કરવો

  8. 8

    હવે વધાર ને ખાંડવી પર રેડી દેવું

  9. 9

    તૈયાર છે ગુજરાતીઓની મનપસંદ ખાંડવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Sejpal
Manisha Sejpal @cook_26596657
પર
જામનગર

ટિપ્પણીઓ

Similar Recipes