પાઈનેપલ કેક(Pineapple cake recipe in Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

ફ્રેન્ડ્સ કેકમાં ફ્રુટની ફ્લેવર્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહી મેં પાઈનેપલ ફ્લેવરની કેક બનાવી છે જે ખૂબ જ યમ્મી છે
#CookpadTurns4
#Freshfruits

પાઈનેપલ કેક(Pineapple cake recipe in Gujarati)

ફ્રેન્ડ્સ કેકમાં ફ્રુટની ફ્લેવર્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહી મેં પાઈનેપલ ફ્લેવરની કેક બનાવી છે જે ખૂબ જ યમ્મી છે
#CookpadTurns4
#Freshfruits

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપસમારેલા કૅન્ડ અનેનાસ
  2. ૩ ટેબલસ્પૂનકૅન્ડ અનેનાસનું સિરપ
  3. ૧ (૧/૪ કપ)મેંદો
  4. ૧ (૧/૨ ટીસ્પૂન)બેકિંગ પાઉડર
  5. ૧/૨ ટીસ્પૂનબેકિંગ સોડ
  6. ૩/૪ કપ કન્ડેન્સ્ડ મીલ્ક
  7. ૪ ટેબલસ્પૂનપીગળાવેલું માખણ
  8. ૧ ટીસ્પૂનવેનીલા ઍસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ઊંડા બાઉલમાં મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડાને ચારણીથી ચાળી લીધા પછી બાજુ પર રાખો.

  2. 2

    ઓવનને પ્રિહિટ કરવા માટે મૂકવું

  3. 3

    એક ૧૭૫ મી. મી. (૭”) વ્યાસના ગોળ કેકના ટીનમાં પીગળાવેલું માખણ ચોપડી તેની પર મેંદો છાંટી સરખી રીતે પાથરી લો. તે પછી ટીનને હલાવીને વધારાનો મેંદો કાઢી નાંખો અને ટીનને બાજુ પર રાખો.

  4. 4

    બીજા એક ઊંડા બાઉલમાં કન્ડેન્સ્ડ મીલ્ક, પીગળાવેલું માખણ અને વેનીલા ઍસેન્સને એક ચપટા તવેથા (spatula) વડે સારી રીતે મિક્સ કરી લો.

  5. 5

    તે પછી તેમાં ચાળેલા લોટનું મિશ્રણ અને કૅન્ડ અનેનાસ અથવા ફ્રેશ પાઈનેપલના પીસ સુગરમાં કુક કરી પછી use માં લઇ શકાય છે મેળવી હળવેથી ચપટા તવેથા વડે સારી રીતે મિક્સ કરી લો.

  6. 6

    તે પછી તેમાં ધીરે ધીરે અનેનાસનું સિરપ રેડતા જાવ અને તેને હળવેથી ઉપર નીચે કરી મિક્સ કરી લો. ખીરૂં રેડી શકાય તેવું નહીં પણ ભજિયા જેવું ઘટ્ટ બનવું જોઇએ.

  7. 7

    આમ તૈયાર થયેલું ખીરૂં માખણ ચોપડીને મેંદો પાથરેલા ૭” વ્યાસના ગોળ ટીનમાં સરખી રીતે પાથરી લો.

  8. 8

    તેને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૩૫ થી ૪૦ મિનિટ સુધી બેક કરી લો.

  9. 9

    જ્યારે ટીનની બાજુઓ પરથી કેક છુટું પડતું દેખાય અને તેને દબાવવાથી નરમ જેવું લાગે ત્યારે સમજવું કે કેક તૈયાર થઇ ગયું છે.

  10. 10

    તેને થોડો સમય બાજુ પર રાખી ઠંડું થવા દો. જ્યારે થોડું ઠંડું થઇ જાય ત્યારે ટીનને ઊંધું કરીને ઠપકારી થોડું પછડાવી લો જેથી કેક ટીનમાંથી બહાર આવી જાય.

  11. 11

    ત્યારબાદ કે ઠંડું થઇ ગયાબાદ મનગમતું આઈસીંગ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

Similar Recipes