વેજ. ઓટ્સ ઉપમા (Veg Oats Upma Recipe in Gujarati)

Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
New Ranipb, AHMEDABAD

#GA4 #Week5
For morning breakfast healthy n easy to cook recipe

વેજ. ઓટ્સ ઉપમા (Veg Oats Upma Recipe in Gujarati)

#GA4 #Week5
For morning breakfast healthy n easy to cook recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 1/2 વાટકીઓટ્સ
  2. 1/2 વાટકીરવો
  3. 1ટેબલે ચમચી ઘી
  4. ચપટીહિંગ
  5. 1/2 ટી સ્પૂનરાઈ
  6. 1 ટેબલ સ્પૂનઅડદ દાળ
  7. 8-10 નંગકાજુ
  8. 1લીલુ મરચું
  9. 8-10મીઠા લીમડા ના પાન
  10. 1 ઇંચખમણેલું આદુ
  11. 3 કપપાણી
  12. 1 નંગનાનુ સમારેલું ગાજર
  13. 1 ટેબલ સ્પૂનવટાણા
  14. 1 ટેબલ સ્પૂનસ્વીટ કોર્ન
  15. 8-10કિસમિસ
  16. 1/2લીંબુ નો રસ
  17. 1 ટેબલ સ્પૂનખાંડ (જરૂર હોઈ તો જ)
  18. 1 ટેબલ સ્પૂનનાળિયેર નું છીણ
  19. 3 ટેબલ સ્પૂનવલોવેલું દહીં
  20. 2 ટી સ્પૂનકોથમીર
  21. સ્વાદાનુસારનમક
  22. જરૂર મુજબ ગાર્નિશિંગ માટે કોથમીર અને કાજુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઓટ્સ લઇ ને એક નોન સ્ટિક પેન માં આછા ગુલાબી થાય ત્યાં સુધી કોરા જ શેકી લો

  2. 2

    હવે બીજી એક કડાઈ માં ઘી મૂકી એમાં રાઈ નાંખી વઘાર આવે એટલે અડદ દાળ નાંખીને આછી ગુલાબી શેકી લો. ત્યાર બાદ એમાં હિંગ નાંખી થવા દો હવે એમાં કાજુ ઉમેરી એક મિનિટ ધીમી આંચ પર સાંતળો. ત્યાર બાદ તેમાં લીમડો, મરચા અને છીણેલું આદુ ઉમેરી 1 મિનિટ સાંતળો. હવે તેમાં રવો ઉમેરી ને ધીમા ગેસ પર 8-10 મિનિટ આછો ગુલાબી થાઈ ત્યાં સુધી સાંતળો.

  3. 3

    હવે, એક તપેલી માં પાણી ઉકાળવા મુકો. પાણી ઉકાળી જાઈ એટલે એમાં સમારેલુ ગાજર, વટાણા અને સ્વીટ કોર્ન ઉમેરી 2 મિનિટ માટે ઉકાળી લો. હવે આ ઉકળતા પાણી ને સેકેલા ઓટ્સ અને રવા ના મિશ્રણ માં ધીમે ધીમે કરી ને બધું જ ઉમેરી લો... હવે સતત ધીમા તાપે આ મિશ્રણ હલાવતા જવા નું છે.

  4. 4

    ઉપમા થવા આવે એજ સમયે એમાં લીંબૂ, કિસમિસ, વલોવેલું દહીં, નાળિયેર નું છીણ, જરૂર મુજબ નમક, કોથમીર અને ખાંડ (ગળ્યું ભાવતું હોઈ એ મુજબ) ઉમેરો )

  5. 5

    આ બધું જ મિક્સ કરી કડાઈ ને 5 મિનિટ ધીમી આંચ પર ઢાંકી ને ચડવા દો... હવે ગેસ બંધ કરી ગરમા ગરમ હેલ્થી વેજ ઓટ્સ ઉપમા ધાણા, કાજુ, ગ્રીન કોકોનટ ચટણી જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
પર
New Ranipb, AHMEDABAD

Similar Recipes