રાજસ્થાની ઘેવર વીથ રબડી (Rajasthani Ghevar With Rabdi Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#GA4
#Week25
રાજસ્થાનની આ પરંપરાગત પ્રખ્યાત અને સ્પેશ્યલ મીઠાઈ છે. દિવાળી અને ત્રીજના તહેવાર પર ખાસ બને છે. ગેવર બનાવવામાં બહુ સામગ્રીની જરૂર પડતી નથી પરંતુ કુશળતા જરૂર માંગી લે તેવી વાનગી છે.

રાજસ્થાની ઘેવર વીથ રબડી (Rajasthani Ghevar With Rabdi Recipe In Gujarati)

#GA4
#Week25
રાજસ્થાનની આ પરંપરાગત પ્રખ્યાત અને સ્પેશ્યલ મીઠાઈ છે. દિવાળી અને ત્રીજના તહેવાર પર ખાસ બને છે. ગેવર બનાવવામાં બહુ સામગ્રીની જરૂર પડતી નથી પરંતુ કુશળતા જરૂર માંગી લે તેવી વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  1. 250 ગ્રામમેંદો
  2. ૧/૨ કપદૂધ
  3. ૧/૪ કપઘી
  4. 1 કપખાંડ
  5. ૧ લિટરઠંડુ પાણી
  6. ૨ ટેબલ સ્પૂનલીંબુનો રસ
  7. ૧/૨ ટીસ્પૂનઈલાયચી પાઉડર
  8. 4 નંગબદામ
  9. 7 નંગપીસ્તા
  10. ૪૦૦ ગ્રામ ઘી ઘેવર તળવા માટે
  11. પાંચથી સાત તાંતણા કેસર
  12. ૧ ટે.સ્પૂન બદામ પિસ્તા નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ સામગ્રીમાં માપ દર્શાવ્યા પ્રમાણે મિક્સર માં ઘી નાખો. તેમાં એક કપ ઠંડું પાણી નાખો. અને પાંચ મિનિટ સુધી બરાબર ફીણો. હવે તેમાં દૂધ એડ કરી ફરીથી પાંચ મિનિટ માટે ફીણો. ત્યારબાદ મિક્સરમાં એક એક ચમચી મેંદો એડ કરતા જવું અને ફીણવું. જરૂર પડે એટલે ઠંડું પાણી નાખવું. દસ મિનિટ સુધી ફીણી અને એકદમ પાતળું ખીરું બનાવવાનું છે.

  2. 2

    હવે આ ખીરાને એક બાઉલમાં કાઢી લો અને તેમાં 2 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરો અને મિક્સ કરો.

  3. 3

    હવે એક જાડા તળિયાવાળી તપેલી અથવા કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે તેમાં ઘર બનાવવાનું મોલ્ડ મૂકો. મોલ્ડ માટે તમે સ્ટીલ નો કાંઠલો પણ પસંદ કરી શકો છો. મેં અહીંયા મોડ લીધેલ છે. ઘી ગરમ થાય એટલે ચમચીની મદદથી ઘીમાં ખીરાની પાતળી ધાર કરવી. તેમાં બબલ્સ થશે. બબલ્સ બેસી જાય એટલે ફરીથી ખીરા ની ધાર કરવી. આ રીતે ત્રણ વખત ખીરું ચમચીની મદદથી રેડવું. ચમચી ને ગોળ ગોળ ફેરવવી નહીં માત્ર ઉપરથી ધાર જ કરવી.

  4. 4

    ગેસ ફાસ્ટ જ રાખવો. બબલ્સ આવવાના બંધ થાય એટલે વચ્ચે વેલણથી ગોળ ફેરવવી જેથી બધી જ બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય.સામાન્ય કરતાં વધુ સમય ધીમા તાપે તળવા. જેથી ખાજા જેવો જ લુક આવશે. ઘેવર ના એક ઘાણને થતાં ૫ - ૭મિનીટ લાગશે. ત્યારબાદ ઘેવરને એક પ્લેટમાં કાઢી ઠંડી પડવા દેવી. આ રીતે બધા જ ઘેવર તૈયાર કરી લેવા.

  5. 5

    હવે એક તપેલીમાં ૧ કપ પાણી મૂકી તેને ગેસ ઉપર ગરમ થવા દો. ગરમ થાય એટલે તેમાં ખાંડ એડ કરો. અને હલાવતા રહો. ચાસણી નથી બનાવવાની માત્ર મધ જેવી ચીકાશ આવે એટલે ગેસ ઓફ કરી દેવો અને તેમાં કેસર ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરી લો. હવે આ ચાસણી ધીમે ધીમે ઘેવર ઉપર રેડવી.

  6. 6

    હવે તેની ઉપર ચમચીની મદદથી રબડી સ્પ્રેડ કરો. પિસ્તા અને બદામથી ગાર્નિશ કરો.રબડી બજારમાંથી તૈયાર લાવેલ છે. જ્યારે આ કેવળ ખાવા હોય ત્યારે તેની ઉપર રબડી લગાડવી. બાકીના ચાસણી વાળા ઘેવર એક ડબ્બામાં પેક કરીને રાખવા. અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (28)

Similar Recipes